લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ધોરણ 1 થી 9ને માસ પ્રમોશન તેમજ ધો.10,12ની પરીક્ષા જૂનમાં લેવા ગુજરાત વાલીમંડળનો મુખ્યમંત્રીને પત્ર

કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે જેને લઇને ધો.10,12ની બોર્ડની પરીક્ષા મે મહિનામાં લેવા નિર્ણય કરવામાં આવ્યો હતો.પરંતુ વર્તમાન સમયમાં કેસો વધી રહ્યા છે.ત્યારે ઓલ ગુજરાત વાલીમંડળે મુખ્યમંત્રીને પરીક્ષા આગામી જૂન મહિનામાં લેવા અંગે પત્ર લખ્યો છે.જેમાં ધો.1 થી 9ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા રજૂઆત કરી છે.આમ ઓલ ગુજરાત વાલીમંડળના પ્રમુખે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને જણાવ્યુ છે કે વર્તમાન પરિસ્થિતિ જોતાં તમામ સરકારી કાર્યક્રમ બંધ રાખવામાં આવ્યા છે.ત્યારે હાલની પરિસ્થિતિમાં મે મહિનામાં સ્કૂલની પરીક્ષા લેવી શક્ય નથી,જેથી ધો.10 અને 12ની પરીક્ષા મે મહિનામાં નહિ પરંતુ જૂન મહિનામાં લેવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.

આમ ગુજરાત બોર્ડ દ્વારા ધો.10,12ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર થઈ ચૂક્યો છે.ત્યારે તેમની પરીક્ષાઓ આગામી 10મી મેથી શરૂ થઈ રહી છે.જે પરીક્ષાઓ 25મી મે સુધી ચાલશે.જેમાં ધો.12ની પરીક્ષાનો સમય બપોરના 3 થી 6.30 વાગ્યા સુધીનો રહેશે,જ્યારે ધો.10ની પરીક્ષા સવારના 10 વાગ્યાથી બપોરના 3:15 સુધી રહેશે.આમ કોરોના મહામારીને કારણે વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં 30 ટકાનો કાપ મૂકવામાં આવ્યો હતો,જેને પગલે વિદ્યાર્થીઓ 70 ટકા અભ્યાસક્રમમાં જ ધ્યાન આપી રહ્યા છે.જ્યારે ધો.9 થી 10ની સાથે ધો.11,12 સામાન્ય પ્રવાહમાં હેતુલક્ષી પ્રશ્નો 30 ટકા કરાયા છે.જ્યારે ધો.12 વિજ્ઞાનપ્રવાહના પ્રશ્નપત્રમાં 50% બહુવિકલ્પ પ્રશ્નો અને 50% વર્ણનાત્મક પ્રશ્નો રાખવામા આવ્યા છે.