લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ગુજરાતમાં ધો.10-12ની બોર્ડ પરીક્ષાઓ મોકુફ રખાય તેવી શક્યતાઓ,આજે કેબિનેટમા નિર્ણય લેવાઇ શકે

સી.બી.એસ.ઇ દ્વારા બોર્ડ પરીક્ષાઓને લઈને મોટો નિર્ણય લેવાતા ધો.10ની પરીક્ષા રદ કરી દેવાઈ છે.જ્યારે ધો.12ની પરીક્ષા આગામી જુન માસ સુધી મોકુફ કરી દેવાઈ છે.ત્યારે હવે ગુજરાત સરકાર પણ ગુજરાત બોર્ડની ધો.10-12ની પરીક્ષાઓ મોકુફ કરે તેવી પુરી શક્યતાઓ જોવાઈ રહી છે.

આમ વર્તમાન સમયમાં દેશમાં મહારાષ્ટ્ર,રાજસ્થાન,પંજાબ,દિલ્હી,ઉત્તરપ્રદેશ,મધ્યપ્રદેશ અને ગુજરાત સહિતના ઘણા રાજ્યોમાં કોરોનાની સ્થિતિ ખૂબ જ ખરાબ છે.ત્યારે મહારાષ્ટ્ર સહિતના 8 થી 9 રાજ્યોએ ધો.10-12ની પરીક્ષાઓ મોકુફ કરી દીધી છે.

આમ આ વર્ષે ગુજરાત બોર્ડની પરીક્ષા માટે 18 લાખથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે અને બોર્ડની પરીક્ષા ગુજરાતમાં આગામી 10મેથી શરૂ થનાર છે.ત્યારે જે રીતે રાજ્યમાં દિવસે ને દિવસે કેસો વધી રહ્યા છે તે જોતા બોર્ડની પરીક્ષાઓ લેવાય તેવું લાગતુ નથી.ત્યારે સરકારે કોવિડની કડક ગાઈડલાઈન સાથે રાબેતા મુજબ બોર્ડ પરીક્ષાઓ લેવા અને પરીક્ષા મોકુફ નહી કરવા જણાવ્યુ હતુ.પરંતુ વિદ્યાર્થીઓ,વાલીઓ તેમજ સ્કૂલો સાથે રાષ્ટ્રીય સ્તરે દબાણ વધતાં અને અન્ય પાડોશી રાજ્યોએ પણ પરીક્ષાઓ મોકુફ કરી દેતા હવે ગુજરાતે પણ આ દિશામા આગળ વધુ પડશે.આમ આ બાબતે કેબિનેટ મીટિંગમા ચર્ચા બાદ નિર્ણય લેવાય તેવી સંભાવના છે.