લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ગુજરાત બજેટ- સરકારે શિક્ષણ વિભાગ માટે રૂ.32,719 કરોડની ફાળવણી કરવામાં આવી

ગુજરાત સરકારે વર્ષ 2021-22ના બજેટમાં શિક્ષણ વિભાગ હેઠળ નવી યોજના જાહેર નથી કરવામાં આવી.આમ ચાલુ વર્ષ માટે રાજ્ય સરકારે શિક્ષણ વિભાગ માટે રૂ.32,719 કરોડની ફાળવણી કરી છે.જેમાં આ વર્ષે મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના માટે રૂ.289 કરોડ ફાળવવામાં આવ્યા છે.આ યોજના અંતર્ગત મહત્તમ ઉચ્ચ શિક્ષણ સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ લાભ લેતાં હોય છે.જેમાં વિદ્યાર્થીઓને ટ્યુશન ફી,હોસ્ટેલ ફી અને ભોજન માટેની સહાય આપવામાં આવે છે.ત્યારે બીજીતરફ આ બજેટમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના 19 લાખ વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે પાઠ્યપુસ્તક આપવા માટે રૂ.65 કરોડની જોગવાઇ કરાઇ છે.આ બજેટમાં શાળાઓને હેરિટેજ સ્કૂલ તરીકે વિકસાવવા માટે નવીનીકરણ કરવામાં આવશે,જેના માટે 25 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. જેના માટે જીલ્લા શિક્ષણાધિકારી સ્તરેથી શિક્ષણ વિભાગમાં દરખાસ્ત કરવાની રહેશે.જે બાદ જૂના અને ઐતિહાસિક શાળા કેમ્પસનું મરમ્મત કરાશે.આ સિવાય સંસ્કૃત ભાષા વિકસે અને બાળકોને સંસ્કૃત શિક્ષણમાં જોડવા પ્રોત્સાહન આપવા તથા શ્રેષ્ઠ આચાર્યો તૈયાર કરવા માટે 37 સંસ્કૃત પાઠશાળાઓના સુદ્દઢીકરણ માટે મિશન ગુરૂકુળ યોજના માટે 10 કરોડનો ખર્ચ કરવામાં આવશે.રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ સ્કુલના વિદ્યાર્થીઓ માટે ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહ બાદ મેડિકલ અને એન્જિનરિંગ કોલેજમાં પ્રવેશ માટે લેવાતી NEET- JEE પરીક્ષા માટે વિદ્યાર્થીઓને વિનામૂલ્યે તાલિમ મળે તે માટે 20 કરોડ ખર્ચવામાં આવશે.આમ રાજ્યની 53 હજાર આંગણવાડીમાં પા-પા પગલી કાર્યક્રમ ચલાવવામાં આવશે.જે કાર્યક્રમ થકી 16 લાખ બાળકોને લાભ મળે તે લક્ષ્યાંક રાખવામાં આવી રહ્યો છે.આ માટે આંગણવાડી બહેનોને ખાસ તાલિમ આપવામાં આવશે.જેમાં બાળક પહેલા ધોરણમાં જતા અગાઉ માનસિક રીતે તૈયાર થાય, તે માટે ત્રણ વર્ષના બાળકને પ્રવેશ આપવામાં આવશે,જે માટે 5 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

આમ 1 કિમી દૂર શાળા હોય તેવા વિદ્યાર્થીઓને પરિવહન માટે 60 કરોડ,૧૧ લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓને એસ.ટી બસ ફ્રી પાસ કન્સેશન માટે ૨૦૫ કરોડની જોગવાઇ,કસ્તુરબા ગાંધી,મોડેલ અને આશ્રમ શાળા માટે 80 કરોડ,મધ્યાહન ભોજન,અંન્ન સંગમ,સુખડી,સંજીવની દૂધ યોજના માટે 1044 કરોડ,૩૪૦૦ શાળાઓમાં સુવિધાઓ વિકસાવવા માટે 5 વર્ષ માટે 1207 કરોડ,પી.એચડી અભ્યાસ સંદર્ભે શોધ શિષ્યવૃતિ યોજના માટે 20 કરોડ અને કોલેજમાં પ્રવેશતા વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવા માટે 200 કરોડની ફાળવણી,14 લાખ સ્ટાર્ટઅપ વિદ્યાર્થીઓ માટે 20 કરોડની જોગવાઇ કરવામાં આવી.