ગુજરાત રાજ્યના બજેટમાં આ વર્ષે બાગાયત ખાતાની યોજનાઓ માટે રૂ.442 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.જેમાં બિનઉપજાઉ સરકારી પડતર જમીનને બાગાયતી અને ઔષધિય પાકોની ખેતી માટે ઉપયોગમાં લઇ શકાય તેવા હેતુથી રાજ્ય સરકારે મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશનની જાહેરાત કરી છે.આ યોજનામાં પ્રથમ તબક્કામાં કચ્છ,સુરેન્દ્રનગર,પાટણ,સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લાની 50 હજાર એકર ખરાબાની બિનઉપજાઉ જમીન આધુનિક ટેક્નોલોજીથી ઉપજાઉ બનાવવા માટે તેમજ મોટી સંખ્યામાં નવી રોજગારીનું નિર્માણ કરવા માટે પ્રગતિશીલ ખેડૂતો,સક્ષમ વ્યક્તિઓ,સંસ્થાઓ,કંપનીઓ અથવા ભાગીદારી પેઢીને ભાડાપટ્ટે આપવામાં આવશે.જેના થકી 2 લાખ મેટ્રિક ટન બાગાયતી પાકોનું ઉત્પાદન અને પ્રોસેસિંગની તકો ઊભી થશે જે યોજના માટે રૂ.100 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
આમ આ સિવાય નર્સરીઓ અને સેન્ટર ઓફ એક્સેલેન્સના સુદ્દઢીકરણ તેમજ અર્બન હોર્ટિકલ્ચર ડેવલોપમેન્ટ કેન્દ્રોમાં તાલીમ આપવા માટે રૂ. 2 કરોડની જોગવાઈ કરાઇ છે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved