લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ગુજરાત બજેટ- સૌરાષ્ટ્ર-કચ્છમાં ચાર જગ્યાએ 27 કરોડ લિટર ક્ષમતાવાળા ડીસસેલીનેશન પ્લાન્ટ બનશે

ગુજરાતના નાણામંત્રી નીતિન પટેલે આજે ગુજરાત વિધાનસભામાં નાણાંકીય વર્ષ 2021-22નું સામાન્ય બજેટ રજૂ કર્યું હતું.જે રાજ્યનું 77મુ બજેટ છે.જ્યારે નાણામંત્રી નીતિન પટેલે ગુજરાત માટે 9મી વખત બજેટ રજૂ કરી રહ્યા છે.જેના માટે ગુજરાત બજેટ મોબાઈલ એપ્લિકેશન તૈયાર કરાઈ છે.

આમ રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનાના જરૂરી કામોને પૂર્ણ કરવા માટે રૂ.૭૩૭૦ કરોડની જોગવાઈ,પાણી પુરવઠા વિભાગ માટે રૂ.૩૯૭૪ કરોડની જોગવાઈ,આદિજાતિ વિસ્તાર પેટાયોજના હેઠળ ૨૮૪૧ ગામોના પ્રગતિ હેઠળના તેમજ ૧૯૪૧ ગામોના મંજૂર થયેલ પાણી પુરવઠાના કામો માટે રૂ.૧૦૦૦ કરોડની જોગવાઇ,સરફેસ સોર્સ આધારિત જુથ પાણી પુરવઠા યોજના મારફતે જિલ્લાના ગામોને પાણી પૂરું પાડવા વડોદરા,દાહોદ,મહીસાગર,છોટાઉદેપુર,પંચમહાલ,સુરત,નવસારી અને વલસાડ જિલ્લાઓમાં બલ્ક પાઇપલાઇન યોજનાના કામો માટે રૂ.૯૬૮ કરોડની જોગવાઈ,સૌરાષ્ટ્ર વિસ્તારમાં આગામી વર્ષોની પીવાના પાણીની જરૂરિયાતને પહોંચી વળવા માટે ચાવંડ અને બુધેલથી બોરડા સુધીની ૧૪૩ કિલોમીટરની બલ્ક પાઇપલાઇન માટે રૂ.૬૭૫ કરોડની જોગવાઇ,સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના ગામોમાં જળ સલામતી પ્રદાન કરવા માટે ચાર જગ્યાએ ૨૭ કરોડ લિટર ક્ષમતાના ડીસસેલીનેશન પ્લાન્ટ સ્થાપવા માટે રૂ.૩૦૦ કરોડની જોગવાઈ,હર ઘર જલ યોજનામાં ગાંધીનગર,મહેસાણા,પોરબંદર,બોટાદ અને આણંદ જિલ્લાઓની ૧૦૦% કામગીરી પૂર્ણ થયેલ છે. રાજ્યના બાકી રહેલ ૧૭ લાખ ૭૮ હજાર ઘરોમાં નળ જોડાણ દ્વારા પીવાનું પાણી પૂરું પાડવાના આયોજન અંતર્ગત રૂ.૩૦૦ કરોડની જોગવાઈ,રિયુઝ ઓફ ટ્રીટેડ વેસ્ટ વોટર નીતિ અંતર્ગત શહેરી વિસ્તારોમાં ગંદા પાણીને ટ્રીટ કરી તેના પુન:ઉપયોગની યોજનાઓ માટે રૂ.૫૦ કરોડની જોગવાઈ,અમદાવાદ, વડોદરા અને જેતપુરમાં ઔદ્યોગિક ગંદા પાણીના વહન માટે અંદાજે રૂ.૨૨૭૫ કરોડના પ્રોજેક્ટનું અમલીકરણ કરવામાં આવી રહેલ જેના માટે રૂ.૭૫૮ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.