ગુજરાતના નાણામંત્રી નીતિન પટેલે આજે ગુજરાત વિધાનસભામાં નાણાંકીય વર્ષ 2021-22નું સામાન્ય બજેટ રજૂ કર્યું હતું.જે બજેટની અંદર જળસંપત્તિ વિભાગ માટે રૂ.૫૪૯૪ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
આમ રાજ્યની મહત્વકાંક્ષી સૌની યોજનાના પ્રથમ તબક્કાની કામગીરી પૂર્ણ થયેલ છે.ત્યારે બીજા તબક્કાની કામગીરી મહદ્દઅંશે પૂર્ણ થયેલ છે. જે રાજકોટ શહેરની જીવાદોરી સમાન આજી-૧ અને ન્યારી-૧ ડેમમાં નર્મદાનું પાણી ભરવામાં આવેલ છે.ત્યારે ભાવનગર શહેરના પીવાના પાણી માટે મહત્ત્વના સ્ત્રોત બોર તળાવને સૌની યોજના હેઠળ સમાવેલ છે.આ યોજનાના ત્રીજા તબક્કા માટે રૂ.૧૦૭૧ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.આ સિવાય અટલ ભુજલ યોજના હેઠળ ૫ વર્ષના સમયગાળા માટે રૂ.૭૫૭ કરોડની જોગવાઇ,રાજ્યમાં ચેકડેમ,તળાવો ઊંડા કરવા અને નવા બનાવવા જળસંચય યોજનાઓના કામો માટે રૂ.૩૧૨ કરોડની જોગવાઇ,બનાસકાંઠા જિલ્લાના થરાદ,લાખણી,ડીસા અને દાંતીવાડા તાલુકાના આશરે ૬૦૦૦ હેકટર વિસ્તારને લાભ આપતી થરાદથી સીપુ ડેમ સુધીની પાઈપલાઈનની યોજના પ્રગતિ હેઠળ છે.જેના માટે રૂ.૨૨૬ કરોડની જોગવાઈ,સાબરમતી નદી પર હિરપુરા અને વલાસણા બેરેજના પ્રગતિ હેઠળના કામ માટે વધુ રૂ.પ૦ કરોડની જોગવાઇ,સુજલામ સુફલામ યોજના હેઠળ હયાત પાઇપલાઇનથી ૨ કિલોમીટરની મર્યાદામાં આવતા ૭૩૭ તળાવોમાં પાણી આપવામાં આવે છે.ત્યારે ખેડૂતોની માંગણીને ધ્યાને લઇ પાઇપલાઇનથી ૩ કિલોમીટરની મર્યાદામાં આવતા નવા ૨૯૫ તળાવોમાં પાણી આપવા માટે પાઇપલાઇન નાખવામાં આવશે જેના માટે રૂ.૧૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved