લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોનાને માત આપી,આરટીપીસીઆર ટેસ્ટ નેગેટિવ આવ્યો

થોડા દિવસ પહેલા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી જ્યારે વડોદરામાં એક ચૂંટણીસભાને સંબોધી રહ્યા હતા તે સમયે તેમની તબિયત અચાનક બગડી હતી.ત્યારબાદ તેમને અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં તેમનું આરોગ્ય ચેકઅપ કરાયું હતું.જેમાં તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.જેથી વિજય રૂપાણીને ત્યાં જ દાખલ કરાયા હતા અને કોરોનાની સારવાર આપવામાં આવી રહી છે.ત્યારે હવે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોનાને માત આપી છે.જેમાં આજે સવારે થયેલો તેમનો આરટીપીસીઆર રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.જેથી વિજય રૂપાણી હવે કોરોનામુક્ત થયા છે.

રાજ્યમાં એકતરફ આજે 6 મનપાની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે.ત્યારે આજે વિજય રૂપાણી પણ બપોર બાદ રાજકોટ મતદાન માટે જવાના છે.ત્યારે તેઓ મતદાનના છેલ્લા કલાક એટલે કે પ થી ૬ વાગ્યા દરમ્યાન મતદાન માટે જશે.આમ મુખ્યમંત્રી રાજકોટમાં અનિલ જ્ઞાનમંદિર સ્કૂલ,રૂમ નં.૭ જીવનનગર સોસાયટી-૧,બ્રહ્મસમાજ પાસે રૈયારોડ ખાતેના મતદાનમથકેથી પોતાનો મત આપવાના છે.જેઓ પીપીઇ કિટ પહેરીને મતદાન કરશે.