લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / કોરોનાથી ગુજરાતના વેપારીઓને 60,000 કરોડનુ નુકસાન થયું

કોરોનાની બીજી લહેરથી દેશના અર્થતંત્ર પર ખરાબ અસર પડી રહી છે.આમ વર્તમાન સમયમાં દેશના મોટાભાગના રાજ્યોમાં લોકડાઉન જેવા આકરા નિયંત્રણોના કારણે વેપાર ધંધા પ્રભાવિત થઈ રહ્યા છે.ત્યારે વેપારીઓના સંગઠન કેટ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે કોરોના વાયરસના કારણે દેશના અલગ અલગ રાજ્યોમાં લાગુ કરાયેલા લોકડાઉનના પગલે છેલ્લા 45 દિવસોમાં લગભગ 12 લાખ કરોડ રૂપિયાનુ નુકસાન દેશના વેપારને થયુ છે.જેની સીધી અસર દેશના આઠ કરોડ જેટલા નાના વેપારીઓ પર પડી છે.

આમ સંગઠને નાણામંત્રીને અપીલ કરી છે કે,વેપારીઓ માટે એક નાણાકીય પેકેજનુ એલાન કરવામાં આવે.જેથી લોકડાઉન હટે ત્યારે વેપારને ફરી પાટા પર લાવી શકાય.આમ વેપારીઓને નાણાકીય સહાય આપવી તે એકલા કેન્દ્રની જવાબદારી નથી.જેમા રાજ્યોએ પણ ભાગીદારી કરવી જોઈએ.આમ કોરોના વાયરસની પ્રથમ લહેર વખતે જે રાહત પેકેજો જાહેર કરવામાં આવ્યા હતા તેમાં વેપારીઓની સહાયતા માટે કોઈ જોગવાઈ કરવામાં આવી નથી.આમ વેપારીઓને રાહત આપવા માટે જીએસટીની તારીખોને સસ્પેન્ડ કરવામાં આવે.આ સિવાય ઈનકમટેક્સ અને ટીડીએસની સમયમર્યાદા પણ 31 ઓગસ્ટ સુધી કરવામાં આવે તેમજ બેન્કોને તથા નાણાકીય સંસ્થાઓને વેપારીઓને સાવ ઓછા વ્યાજથી સરળ રીતે લોન આપવા આદેશ આપવામાં આવે.તેમજ ડિજિટલ માધ્યમથી થતા પેમેન્ટ પર બેંકો જે ચાર્જ લગાવે છે તે સરકાર માફ કરાવે.