કોરોના મહામારી બાદ સરકાર દ્વારા શાળા કોલેજો શરૂ કરવામાં આવી રહી છે.સરકાર દ્વારા સોશિયલ ડીસ્ટન્સ સહિત સરકારની ગાઇડલાઇનના પાલન સાથે શાળાઓ ખોલવામાં આવી રહી છે.ત્યારે રાજ્યની સ્કૂલોમાં ધોરણ 9 થી 12ના વર્ગો શરૂ કરાયા બાદ ગુરુવારથી ધો. 6 થી 8ના વર્ગો શરૂ થવાના છે ત્યારે બીજીતરફ ડીસાના રામસણ ગામની સ્કૂલના બે શિક્ષક સહિત નવ વિદ્યાર્થીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગે અઠવાડિયા સુધી સ્કૂલ બંધ રાખવા તાકીદ કરી છે.આમ રામસણની વિવેક ઉત્તર બુનિયાદી વિદ્યાલયના બે શિક્ષક અને બે વિદ્યાર્થીના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ અન્ય 49 વિદ્યાર્થીના રેપિડ ટેસ્ટ કરવામાં આવતા તેમાં અન્ય પાંચ વિદ્યાર્થી પોઝિટિવ આવ્યા હતાં.આમ આરોગ્ય કેન્દ્રમાં વધુ 15 વિદ્યાર્થીઓના રેપિડ ટેસ્ટ કરાવતા વધુ બે પોઝિટિવ નોંધાયા હતા.આમ એક જ દિવસમાં રામસણ હાઇસ્કુલના બે શિક્ષક સહિત 11 પોઝિટિવ કેસ નોધાતા આરોગ્ય તંત્રમા દોડધામ મચી જવા પામી છે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved