લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ધોલેરામા આગામી પાંચ વર્ષમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ બની જશે

એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડીયાએ ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટની કામગીરી માટે 987 કરોડ રૂપિયાનું ટેન્ડર બહાર પાડ્યું છે.આમ આ એરપોર્ટના મુખ્ય બિલ્ડિંગ ઉપરાંત અન્ય સુવિધાઓ તેમજ સાડા ત્રણ કિલોમીટર લાંબો રન-વે બનાવવા માટેનું કામ સામેલ છે.આ એરપોર્ટ સાથે કેટેગરી-9નું ફાયર સ્ટેશન,4ઇ પ્રકારના એરક્રાફ્ટનું લેન્ડિંગ તથા ઉડ્ડયન થઇ શકે તેવી ક્ષમતાની સુવિધા તથા કાર્ગો તેમજ પેસેન્જરના ટ્રાન્સપોર્ટ સહિતની તમામ સગવડો ધરાવતું હશે. ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજિયન તેમજ સિટીને સંલગ્ન એરપોર્ટ વિશ્વકક્ષાના એરપોર્ટની તુલના કરી શકે તેવું હશે.

આમ ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવે જણાવ્યુ હતું કે,આ એરપોર્ટને કારણે ધોલેરા તથા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજિયન માટેની ઘણી જરૂરિયાતો પૂરી પાડનારું હશે.આ એરપોર્ટને કારણે અમદાવાદના એરપોર્ટ પરનું ભારણ ઘટશે તથા એરપોર્ટ આધારિત અર્થતંત્રને વેગ મળશે. આમ ગુજરાતમાં આવનારા સમયમાં એરોસ્પેસ ઇકોસિસ્ટમને વેગ મળશે.