લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ગાંધીનગર ગિફ્ટ સિટીમાં વર્લ્ડક્લાસ ફિનટેક હબ બનાવાશે

કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતના ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટી ખાતે વર્લ્ડક્લાસ ફિનટેક હબને વિકસાવાશે અને તેના થકી યુવાઓ માટે આશરે 1.5 લાખ નવી નોકરીની તકો સર્જાશે એમ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ-2021માં જણાવ્યું છે.ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક-સિટીએ ભારતનું સર્વપ્રથમ ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસ સેન્ટર છે.આમ ગિફ્ટની સંરચના પાછળનો મુખ્ય હેતુ મલ્ટિ-સર્વિસીઝ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન તથા એક્સક્લુઝિવ ડોમેસ્ટિક ઝોનની કામગીરી માટે પરિદૃશ્યની રચનાનું છે.

સીતારમણે પોતાની બજેટ સ્પીચમાં જણાવ્યું હતું કે,યુવા પેઢી માટે રોજગારની વધુને વધુ તકોનું સર્જન કરવા સરકાર કટિબદ્ધ છે.ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં આ માટે વર્લ્ડક્લાસ ફિનટેક હબની રચના કરાશે.આ ફિનટેક હબ દ્વારા વૈશ્વિક તકોને જાણીને તેના આધારે સ્થાનિક કામગીરી દ્વારા સ્થાનિક સ્તરે રોજગારની નવી તકોનું સર્જન કરવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવવામાં આવશે.આ ઉપરાંત ઈન્ફ્રાસ્ટ્રક્ચર તથા દીર્ઘકાલીન પ્રોજેક્ટ માટે ભંડોળની ઉણપને જોતાં નાણામંત્રીએ ડેવલપમેન્ટ ફાયનાન્સિયલ ઈન્સ્ટિટ્યૂશનની સ્થાપનાની પણ ઘોષણા કરી છે,જેની પાસે રૂ. 27,000 કરોડની મૂડીનું વૈધાનિક સમર્થન રહેશે.આ ડેવલપમેન્ટ ફાયનાન્સિયલ ઈન્સ્ટિટ્યૂશનનું વ્યાવસાયિક રીતે સંચાલન કરાશે.

આમ લોકસભામાં પોતાનું ત્રીજું બજેટ રજૂ કરતા સીતારમણે કહ્યું હતું કે,કોરોના વાઈરસ મહામારીને લીધે આ વખતે પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવી રહ્યું છે,જે સ્વતંત્ર ભારતના ઇતિહાસની પહેલવહેલી ઘટના છે.બજેટ દસ્તાવેજો સુધી સંપૂર્ણ પહોંચ પૂરી પાડવા નાણામંત્રીએ એક મોબાઈલ એપને પણ સત્તાવાર રીતે લોંચ કરી હતી.

આમ ઉલ્લેખનીય છે કે ફાયનાન્સિયલ ટેકનોલોજી(ફિનટેક)સેવા ક્ષેત્રમાં નવા રોકાણના પ્રવાહની અપેક્ષાએ ગુજરાત સરકારે નવા ફિનટેક પાર્કની સ્થાપના માટે પ્રસ્તાવ રજૂ કર્યો હતો.ગાંધીનગરમાં ગિફ્ટ સિટી ખાતે નવા ફિનટેક પાર્કની સ્થાપના માટેની તૈયારીઓ પણ શરૂ કરી દેવાઈ છે.આ ફિનટેક પાર્ક ગિફ્ટ સિટી ખાતે નવા ક્ષેત્રોમાં પણ પ્રદાન કરશે.ફિનટેક સેક્ટરે તાજેતરના વર્ષોમાં નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવી છે.સિંગાપોર આ નવા માર્કેટ માટે હબ તરીકે ઉપસી આવ્યું છે અને આ પ્રકારના ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ ભારતમાં જોવા મળી રહ્યા છે.

ગાંધીનગર પાસે બનેલું ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક્સ સિટી(ગિફ્ટ સિટી)ભારતનું સૌપ્રથમ સ્માર્ટસિટી છે.ગિફ્ટ સિટી 886 એકરમાં ફેલાયેલું છે અને તેમાં ડોમેસ્ટિક તેમજ સેઝ બંનેનો સમાવેશ થાય છે.હાલ અહીં 9 હજારથી વધુ કર્મચારી કામ કરી રહ્યા છે.​​​​​​​​​​ગિફ્ટ સિટીનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર યુનિક છે. સંકુલમાં ડિસ્ટ્રિક્ટ કુલિંગ સિસ્ટમ,યૂટીલિટી ટનલ,કચરો એકત્ર કરવા માટે ઓટોમેટિક સિસ્ટમ જેવી સુવિધા પણ છે.સિટીમાં 7 ટાવર કાર્યરત છે.ગિફ્ટ સિટીમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બેન્કો,આઈટી કંપનીઓ, વીમા કંપનીઓ,આંતરરાષ્ટ્રીય શેરબજાર અને ભારતનું પ્રથમ ઈન્ટરનેશનલ ફાઈનાન્સ સર્વિસ સેન્ટર આવેલું છે.

આ સિવાય હોટેલ,ક્લબ હાઉસ,એફોર્ડેબલ હાઉસ તેમજ રહેણાંક એકમોનો સમાવેશ કરવામાં
​​​​​​​​​​​​​​​​​​​​​આવ્યો છે.ગિફ્ટ સિટીમાં આવેલો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ અનોખો છે.ગિફ્ટ સિટીના કોઈપણ સંકુલમાં તમે નળમાંથી પીવાનું પાણી લઈ શકો છો. તેનું સમગ્ર સ્ટ્રક્ચર બાઉન્ડ્રી લેસ છે. અર્થાત્ એકપણ ટાવરને કંપાઉન્ડ વોલથી કવર કરવામાં આવ્યું નથી.જમીનના બહેતર ઉપયોગ માટે આ સિસ્ટમ અપનાવવામાં આવી છે.