સૌરાષ્ટ્રના ગોંડલ માર્કેટિંગયાર્ડમાં સૌરાષ્ટ્ર,ગુજરાત ઉપરાંત દેશના વિવિધ વિસ્તારોમાંથી જણસીની ખરીદી કરવા લોકો અને વેપારીઓ આવી રહ્યા છે.ત્યારે યાર્ડના તંત્ર દ્વારા લાલ મરચાંની આવક શરૂ કરવામાં આવી હતી.જેમાં સોમવારે ગોંડલીયા મરચાની 70 હજારથી પણ વધુ ભારીની આવક નોંધાઇ હતી.જેને પગલે માર્કેટિંગયાર્ડનું મેદાન,શેડ અને ગોડાઉન પણ ટૂંકા પડ્યા હતા.
આમ ગોંડલનું મરચું સમગ્ર દેશમાં વખણાય છે.જેની બમ્પર આવકને અનુરૂપ યાર્ડમાં આવેલા પ્રત્યેક ખેડૂતોને એક મણ મરચાનાં 2000 થી લઈને 3500 રૂપિયા સુધીના ભાવ મળી રહ્યાં છે.આમ ગોંડલ માર્કેટિંગયાર્ડની વ્યવસ્થા એટલી સરળ અને સહજ છે કે ખેડૂતોને કોઈપણ જાતની અડચણ ઉભી થતી નથી.આમ યાર્ડની બહાર ખાનગી માલિકીના ખેતરમાં 20 હજારથી વધુ મરચાની ભારી રાખવામાં આવી
હતી.આમ મરચાની બમ્પર આવકથી સમગ્ર યાર્ડના ખૂણેખૂણા ભરાઇ જતાં તંત્ર દ્વારા યાર્ડની બહાર ખાનગી માલિકીના ખેતરમાં આશરે 20 હજારથી વધારે મરચાની ભારીનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત મરચું લઇને આવનાર ખેડૂતોને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તે માટે યાર્ડના ચેરમેન વાઇસ ચેરમેન અને યાર્ડ તંત્ર દ્વારા સતત તકેદારી રાખવામાં આવી રહી છે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved