લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ગોંડલ માર્કેટયાર્ડમાં લાલ અને સફેદ ડુંગળીની પુષ્કળ આવક

સૌરાષ્ટ્રના ગોંડલ માર્કેટીંગ યાર્ડ ડુંગળીની આવકથી છલકાયું હતું.જ્યાં માર્કેટિંગયાર્ડમાં ગઈકાલથી કતાર બંધ વાહનોની 4 થી 5 કિલોમીટર લાંબી લાઈનો લાગી ગઈ હતી.આમ ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં ડુંગળીની આવકને પગલે યાર્ડ મુખ્યત્વે લાલ ડુંગળી અને સફેદ ડુંગળીથી ઉભરાયું હતું.જેમાં લાલ ડુંગળીના 80 થી 90 હજાર કટા તેમજ સફેદ ડુંગળીની 10 થી 12 હજાર કટાની આવક થવા પામી હતી.ગોંડલ માર્કેટિંગ યાર્ડ ડુંગળીની આવકથી ઉભરાતા હાલ યાર્ડના સત્તાધીશો દ્વારા ડુંગળીની આવક બંધ કરવામાં આવી હતી.

આમ લાલ ડુંગળીના 20 કિલોના ભાવ રૂપિયા 101 થી 700 સુધીના હરાજીમાં બોલાયા હતા.સફેદ ડુંગળીના 20 કિલોના ભાવ રૂપિયા 131 થી લઈને 341 સુધીના બોલાયા હતા.આમ ગોંડલ માર્કેટયાર્ડમાં સૌરાષ્ટ્ર ગુજરાત,મહારાષ્ટ્ર,યુપી,બિહાર,રાજસ્થાન,દિલ્હી સહિતના અલગઅલગ 15થી વધુ રાજ્યના વેપારીઓ ડુંગળીની ખરીદી માટે ગોંડલ માર્કેટયાર્ડ ખાતે આવ્યા છે.