લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / રાજ્યપાલ એક લાખ કોરોના વોરિયર્સને રાશનકિટ આપશે,જ્યારે મુખ્યમંત્રી રાહતનિધિમાં ફંડ આપ્યું

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વર્ગ ચારના 1 લાખ જેટલાં કોરોના વોરિયર્સને બે મહિના ચાલે તેટલાં અનાજ અને અન્ય ઘરગથ્થુ ચીજવસ્તુઓની કીટ આપવાનો નિર્ણય કર્યો છે.જેમાં તેઓ આગામી 10 મેથી આ કીટ મોકલવાની શરૂઆત કરશે.આમ પ્રથમ 10 હજાર કીટનો જથ્થો જામનગર અને ત્યારબાદ અન્ય જિલ્લાઓમાં મોકલવામાં આવશે.આમ વર્તમાન સમયમાં તમામ કોરોના વોરિયર્સ નિષ્ઠા સાથે લોકોની સેવા કરી રહ્યાં છે.તે દરમિયાન આપણી નૈતિક ફરજ બને છે કે તેઓના ઘરની ચિંતા તેમને ન સતાવે અને તેમને મદદ કરવામાં આવે તો તેમનો ઉત્સાહ વધશે.આ સાથે રાજ્યપાલે મુખ્યમંત્રી રાહતનીધી ફંડમાં રૂ.25 લાખનું યોગદાન આપ્યું છે.