લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશન ધરણા પર,કોર્ટમાં ઓફલાઈન હિયરિંગ શરૂ કરવા માગ કરાઇ

કોરોનાકાળ દરમિયાન ગુજરાત હાઇકોર્ટમાં 11 મહિનાથી વધુ પ્રત્યક્ષ સુનાવણી બંધ છે.ત્યારે આજે ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનના સભ્યો દ્વારા કોર્ટની બહાર પ્રત્યક્ષ સુનાવણીની માગ સાથે પ્રતિક ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા.જેમાં ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશને હાઇકોર્ટના ચીફ જસ્ટિસને પ્રત્યક્ષ સુનાવણી માટે અગાઉ લેખિત અરજી આપી હતી. જેમાં હાઇકોર્ટે એસોસિએશનના પ્રમુખને જવાબમાં એક પત્ર પાઠવ્યો છે.જેમાં હાઇકોર્ટે એક કમિટીનું ગઠન કર્યું હોવાનો ઉલ્લેખ કરાયો છે.

ગુજરાત હાઇકોર્ટે એડવોકેટ એસોસિએશનના જનરલ સેક્રેટરીએ જણાવ્યું હતું કે છેલ્લા 11 મહિનાથી કોર્ટમાં પ્રત્યક્ષ સુનવણી ન થતાં એસોસિએશનના એડવોકેટ્સ અને તેમને સંલગ્ન સ્ટાફ ઉપર આર્થિક બોજો પડી રહ્યો છે.ત્યારે કોરોનાની અસર ઓછી વર્તાઈ રહી છે,શાળાઓ અને ક્રિકેટ જેવા ક્ષેત્રે છૂટછાટો મળી રહી છે, ત્યારે કોર્ટમાં પણ પ્રત્યક્ષ સુનાવણી ગાઈડલાઇન સાથે શરૂ થવી જોઈએ.આમ જો કોર્ટમાં પ્રત્યક્ષ સુનાવણી શરૂ કરવામાં આવે તો કોર્ટ દ્વારા બહાર પાડેલી નિર્દેશિકાનું પાલન કરાશે.