રાજ્યના ખેડા ખાતે પોલીસ કર્મચારીઓ માટે ટ્રેનિંગ સેન્ટર શરૂ કરાશે જ્યાં 2500 જેટલા પોલીસ કર્મચારીઓ એકસાથે ટ્રેનિંગ લઈ શકશે.આમ રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરાયેલા 265 કરોડના બજેટ હેઠળ આ ટ્રેનિંગ સેન્ટર આગામી ત્રણ વર્ષમાં શરૂ થાય તેવી સંભાવના છે.જેનું આગામી 15 એપ્રિલથી નિર્માણકાર્ય શરૂ થઈ જશે.રાજ્યને કેન્દ્ર તરફથી એનએસજી કમાન્ડો ટ્રેનિંગ સેન્ટરની મંજૂરી અપાઈ હતી. આથી ખલાલમાં કમાન્ડો ટાઇપ ટ્રેનિંગ સેન્ટરની સ્થાપના થઈ હતી સેન્ટરમાં કમાન્ડો ટ્રેનિંગ ઉપરાંત એલઆરડી ઉમેદવારોને પણ ટ્રેનિંગ આપવાની વિચારણા ચાલી રહી હતી,જેને રાજ્ય સરકારે મંજૂરી આપી દીધી છે.
આમ અત્યારસુધી રાજ્યમાં પોલીસ કર્મચારીઓને અલગ અલગ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે,જેમાં અમુક સ્થળે પૂરતી સુવિધાઓનો અભાવ જણાતો હતો, જેના કારણે ટ્રેનિંગ લેનારા ઉમેદવારોને તકલીફ ઉઠાવવી પડતી હોય છે.આવા સંજોગોમાં ખાસ એલઆરડી માટેના ટ્રેનિંગ સેન્ટરની સુવિધા ઊભી થવાથી એક જ સ્થળે તમામ પ્રકારની ટ્રેનિંગ લઈ શકાશે.
આમ આ સેન્ટરમાં ટ્રેઇની મહિલા-પુરુષ માટે હોસ્ટેલ,6 પરેડ અને ફૂટબોલ ગ્રાઉન્ડ,30 વોલીબોલ કોર્ટ, ઓડિટોરિયમ,એમ્પિથિયેટર,સ્વિમિંગ પૂલ,ઇન્ડોર ગેમ કોમ્પલેક્સ,સ્ક્વોશ-બેડમિન્ટન કોર્ટ,ફોરેન્સિક લેબ ઉપલબ્ધ કરાશે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved