ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે પ્રચાર શરૂ કરી દીધો છે.ભાજપે 20 સ્ટાર પ્રચારકોમાં અલ્પેશ ઠાકોરને સ્થાન મળ્યું છે.જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કેન્દ્રમાંથી સ્મૃતિ ઈરાની ગુજરાતમાં પ્રચાર કરવા માટે આવશે એ ઉપરાંત આ યાદીમાં રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનને પણ સ્થાન આપવામાં આવ્યું છે.આ સિવાય પાર્ટી પ્રમુખ સી.આર.પાટીલ,મુખ્યમંત્રી વિજય રૂપાણી,નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ,કેન્દ્રીય મંત્રીઓ પરષોત્તમ રૂપાલા,મનસુખ માંડવિયાનો સમાવેશ થાય છે.
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે નવા સંસદીય બોર્ડની ઘોષણા કરી હતી.જેમાં અગાઉના 14 સભ્યોના સંસદીય બોર્ડને બદલે 13 સભ્યોનું સંસદીય બોર્ડ રહ્યું છે.આ બોર્ડમાં પાટીલ ઉપરાંત મુખ્યમંત્રી વિજય રૂપાણી,નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ,ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા જેવા નેતાઓ યથાવત્ રહ્યા છે.આમ પાર્ટીમાં ચૂંટણીઓ વખતે ઉમેદવારોની પસંદગી તથા ચૂંટાયેલી બોડીમાં હોદ્દેદારો નક્કી કરવા માટે સંસદીય બોર્ડ નિર્ણાયક રહે છે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved