લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / આગામી 21મીએ 6 મનપાની ચૂંટણીમાં 576 બેઠક માટે ભાજપ,કોંગ્રેસ સહિતના પક્ષો વચ્ચે જંગ જામશે

રાજ્યમાં 21 ફેબ્રુઆરીએ 6 મહાનગરપાલિકા અમદાવાદ,વડોદરા,સુરત,રાજકોટ,ભાવનગર અને જામનગરની ચૂંટણી યોજાવાની છે.જેની 23મી ફેબ્રુઆરીના રોજ મતગણતરી યોજાશે.ત્યારે શુક્રવારે સાંજે પાંચ વાગ્યા બાદ ચૂંટણી પ્રચાર પડઘમ શાંત થઈ જશે.આમ આ 6 શહેરમાં સંપૂર્ણ આચારસંહિતાનો અમલ હશે.જેથી જાહેરમાં કોઈ પણ સભા કે રેલી કરી શકાશે નહી.આમ આ મહાનગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીમાં ભાજપ,કોંગ્રેસ,આમ આદમી પાર્ટી તથા અપક્ષોના ઉમેદવારો વચ્ચે જંગ જામશે.

આમ જો રાજકીય પક્ષોની વાત કરવામાં આવે તો 6 કોર્પોરેશનમાં 10 જેટલા રાજકીય પક્ષો ચૂંટણી મેદાનમાં છે.જેમાં ભાજપ,કોંગ્રેસ,આમ આદમી પાર્ટી,નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી,બહુજન સમાજ પાર્ટી,ભારતીય સામ્યવાદી પક્ષ,ભારતનો સામ્યવાદી પક્ષ,સમાજવાદી પાર્ટી,જનતાદળ સેક્યુલર અને ગુજરાતમાં સૌપ્રથમ વખત ચૂંટણી મેદાને ઝંપલાવી રહેલી ઑલ ઈન્ડિયા મજલીસ -એ- ઈત્તહુદુલ મસ્લીમીન સહિતના અન્ય પક્ષો અને અપક્ષ ઉમેદવારો પણ કોર્પોરેશનની ચૂંટણી જંગમાં ઉતર્યા છે.