ગુજરાતની છ મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થયા બાદ ઉમેદવારીપત્ર ભરવાનો પ્રારંભ સોમવારથી શરૂ થશે.જ્યારે આગામી તારીખ 21 ફેબ્રુઆરીએ મતદાન યોજાનાર છે.આ અંગે જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામુ પ્રસિધ્ધ કરવાની સાથે જ સોમવારથી ઉમેદવારીપત્રો ભરવાની શરૂઆત થશે.જેમાં મુખ્ય રાજકીય પક્ષો દ્વારા આ અંગેની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.આમ પંચ દ્વારા પણ નિરીક્ષકોની નિમણૂક કરી દેવામાં આવી છે.ત્યારે મુખ્ય રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાને લઇને મેરેથોન બેઠકોનું આયોજન કરી ચૂક્યા છે.
આમ ગુજરાત રાજ્ય ચૂંટણી નિયમ મુજબ, ગુજરાત રાજ્ય મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા વિધિવત ચૂંટણી કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે.ત્યારે તા.1લી ફેબ્રુઆરીએ 6 મહાનગરપાલિકા વિસ્તારના કલેક્ટરો દ્વારા આ અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે. રાજ્યના છ મહાનગર વિસ્તારમાં ઉમેદવારીપત્ર ભરવાની શરૂઆત સોમવારથી થશે અને ઉમેદવારીપત્ર ભરવાની અંતિમ તારીખ 6ઠ્ઠી ફેબ્રુઆરી નિર્ધિરિત કરી હોવાથી રાજ્યના મહાનગરોમાં ચૂંટણીનું વાતાવરણ જામશે.આમ આદર્શ આચારસંહિતાના અમલ વચ્ચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજવા માટે ચૂંટણી આયોગ પણ સજ્જ થઈ ગયું છે.
આમ 6 મહાનગરપાલિકા વિસ્તારમાં 144 વોર્ડની ચૂંટણી યોજાનારી છે.આ માટે 51 જેટલા ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે,મહાનગર વિસ્તારમાં 11,477 જેટલા મતદાનમથકો નક્કી કરી દેવામાં આવ્યા છે.આ પૈકીના 3851 સંવેદનશીલ મતદાનમથકો અને 1656 અતિસંવેદનશીલ મતદાનમથકો ઓળખી કાઢવામાં આવ્યા છે.આમ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી કરવા માટેની તમામ તૈયારીઓ સંપન્ન કરી દેવામાં આવી છે.
આમ મુખ્ય રાજકીય પક્ષ ભાજપ અને કોંગ્રેસમાં ઉમેદવારોના નામ જાહેર કરવાને લઈને આખરી તૈયારીઓ ચાલી રહી છે.ત્યારે સોમવારથી ભાજપની ત્રણ દિવસ ચૂંટણી સમિતિની બેઠક મુખ્યમંત્રી નિવાસસ્થાને મળશે.જેમાં મહાનગરની તમામ બેઠકો જીતવા માટે થઇને નામોની આખરી યાદી પર મંજૂરીની મહોર મારવામાં આવશે.
આમ કોંગ્રેસ દ્વારા પણ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.જેમાં તેઓ પ્રથમ યાદી પહેલી ફેબ્રુઆરીએ બહાર પાડી દેશે.જેમાં જીત નિશ્ચિત છે તેવી બેઠકના દાવેદારોના નામો જાહેર કરવામાં આવશે.જ્યારે બીજા લિસ્ટમાં સલામત બેઠકોને ધ્યાનમાં રાખીને નામ જાહેર કરવામાં આવશે.છેલ્લે વિવાદાસ્પદ બેઠકોની યાદી જાહેર કરાશે.કોંગ્રેસમાં અગાઉથી નિર્ધિરિત લોકોને ટિકિટ આપવા માટે છેલ્લી ઘડીએ નામોની જાહેરાત કરવામાં આવશે.
આમ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાને લઈને ભાજપ અને કોંગ્રેસ બંને મુખ્ય રાજકીય પક્ષોમાં મેરેથોન બેઠકોના આયોજન થયા છે.ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવારોની પ્રથમ યાદી 2જી તારીખની આસપાસ આવે તેવી સંભાવના છે તો કોંગ્રેસ 1 ફેબ્રુઆરીએ તેની પ્રથમ યાદી આપી દેશે તેવું જાણવા મળે છે.આ પસંદગી પ્રક્રિયાને લઇને આવતીકાલથી બેઠકોનો દોર ચાલશે.ભાજપની બેઠક મુખ્યમંત્રી નિવાસસ્થાને મળશે અને કોંગ્રેસની બેઠક વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નિવાસ્થાને અને ગાંધીનગર નજીકના ફાર્મ હાઉસ ખાતે મળે તેમ છે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved