લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ગુજરાતની પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીનુ નામ બદલાશે

અમદાવાદના ક્રિકેટ સ્ટેડિયમનું નામ બદલ્યા બાદ હવે ગાંધીનગર સ્થિત આવેલી પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીનુ નામ બદલવાનો વિધિવત કાયદો વર્તમાન સરકાર દ્વારા બજેટસત્ર દરમિયાન લાવવામાં આવશે.જેમાં આગામી 1 માર્ચે મળી રહેલા બજેટસત્ર દરમિયાન રાજય સરકાર દ્વારા બહાર પડાયેલા વટહુકમને કાયદાનું સ્વરૂપ અપાશે.જેમાં પંડિત દીનદયાલ પેટ્રોલિયમ યુનિનું નામ બદલાશે અને પેટ્રોલિયમને બદલે ઉર્જા શબ્દ મુકાશે.આમ રાજ્ય સરકારના નવા કાયદાના સ્વરૂપથી હવે પછી પંડિત દીનદયાલ ઉર્જા યુનિવર્સિટી નવું નામ અમલમાં આવશે.આમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ નામ બદલવા માટે 22 ઓક્ટોબર 2020ના રોજ પી.ડી.પી.યુના કોંવેનશન સમયે ગુજરાત સરકારને સુચન કર્યું હતું.જેમાં પેટ્રોલિયમ શબ્દને બદલે એનર્જી યુનિવર્સિટી કરવા સૂચન કર્યું હતું.ત્યારે હવે ગુજરાત સરકાર દ્વારા આગામી બજેટ સત્રમાં પંડિત દયાલ એનર્જી યુનિવર્સિટીનું નામ અમલમાં લાવવા વિધાનસભાના સત્રની અંદર વિધિવત કાયદાકીય કાર્યવાહી કરવામા આવશે.