લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / કોરોનાના કારણે આર.ટી.ઇ અંતર્ગત પ્રવેશ પ્રક્રિયામાં વિલંબ થયો

ગુજરાત બોર્ડમાં મફત શિક્ષણ મેળવવાના હક માટે આર.ટી.ઇનો નિયમ લાગુ પડે છે.જે નિયમ હેઠળ સ્કૂલમાં પ્રવેશવા માટેની અરજી પ્રક્રિયાની શરૂઆત દર વર્ષે માર્ચ મહિનામાં શરૂ થતી હોય છે.પરંતુ આ વર્ષે કોરોનાને કારણે આ પ્રક્રિયા હજુ સુધી શરૂ થઈ નથી.ત્યારે કોરોનાને કારણે આ પ્રક્રિયા આગામી મે મહિનામાં શરૂ થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.આમ ગયા વર્ષે 8409 વિદ્યાર્થીઓને આર.ટી.ઇ હેઠળ પ્રવેશ આપવામાં આવ્યો હતો.આમ આર્થિક રીતે નબળા વર્ગના પરિવારના બાળકોને વિનામૂલ્યે ખાનગી શાળાઓમાં આર.ટી.ઇ હેઠળ પ્રવેશ અપાતો હોય છે.જેનો તમામ ખર્ચ સરકાર ભોગવે છે.ઉપરાંત આ નિયમ હેઠળ પ્રવેશ લેનાર બાળકોના વાલીઓના ખાતામાં વાર્ષિક 3 હજાર રૂપિયાની રકમ જમા થાય છે.જેનાથી બાળકોના પાઠ્યપુસ્તકોથી લઈને તમામ સામગ્રી માટેનો ખર્ચ નીકળી શકે.

આમ આ પ્રક્રિયામાં ગત વર્ષે 23,800 ફોર્મ અમદાવાદમાં ભરાયાં હતા.જેમાંથી 16,519 ફોર્મ મંજૂર કરવામાં આવ્યા હતા જ્યારે 3302 ફોર્મ રદ કરવામાં આવ્યા હતા.આમ તમામ ચકાસણી પૂરી કર્યા બાદ 8409 વિદ્યાર્થીઓને આર.ટી.ઇ હેઠળ પ્રવેશ આપવામાં આવ્યો હતો.

આમ વર્ષ 2009થી આર.ટી.ઇ હેઠળ પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ હતી.ત્યારે અમદાવાદમાં 42,000 કરતા વધુ વિદ્યાર્થીઓ આ નિયમ હેઠળ લાભ લઈને અભ્યાસ કરી રહ્યા છે.ત્યારે અત્યારે કોરોનાના વધતા કેસ વચ્ચે આર.ટી.ઇની પ્રકિયા શરૂ થવી શક્ય ન હોવાથી એપ્રિલના અંતમાં અથવા મે મહિનાની શરૂઆતમાં પ્રક્રિયા શરૂ થવાની શક્યતા છે.