લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ગુજરાત રાજય એસ.ટી નિગમે આંતરરાજય બસ સેવા બંધ કરી

કોરોનાનાં સતત વધતા જતા સંક્રમણનાં પગલે ગુજરાત રાજય એસ.ટી નિગમ દ્વારા આજે મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે.જેમા 3 રાજયો વચ્ચેની આંતરરાજય બસસેવા બંધ કરી દેવામાં આવી છે.આમ રાજસ્થાન,મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં સતત કેસો વધી રહ્યા છે.ત્યારે કોરોના સંક્રમણ અટકાવવાના ભાગરૂપે ગુજરાત એસ.ટી નિગમે આંતરરાજય બસો બંધ કરી છે.આમ ગુજરાતમાંથી રાજસ્થાનનાં જુદા-જુદા સ્થળો માટે રાજયમાંથી દૈનિક 62 શિડયુલો ચલાવાય છે,જે પૈકીના વર્તમાન સમયમાં 30 શિડયુલો ચાલુ રખાયા છે,જ્યારે 32 શિડયુલો બંધ કરાયા છે.આ સિવાય મધ્યપ્રદેશના 29 જ્યારે મહારાષ્ટ્રનાં 129 શિડયુલો આજથી સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યા છે.આમ રાજકોટ એસ.ટી વિભાગે જુદી-જુદી લોકલ 150 ટ્રીપો રદ કરી દીધી છે.