લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / આણંદ,ખેડા,દાહોદ,જામનગર અને જૂનાગઢના 24 ગામડાઓ તથા નાનાં શહેરોમાં સ્વૈચ્છિક અને આંશિક લોકડાઉન કરાયું

ગુજરાતમાં કોરોના કાળો કેર વર્તાવી રહ્યો છે.ત્યારે રાજ્યના કેટલાક ભાગોમાં લોકો જાતે જ ગંભીર બની રહ્યા છે અને સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે,કોરોનાના સંક્રમણથી સુરક્ષિત રહી શકાય એ દિશામાં યથાયોગ્ય પગલાં ભરી રહ્યાં છે.જેમાં અનેક વિસ્તારોમાં સ્વૈચ્છિક લોકડાઉન, રાત્રિ કર્ફ્યૂ,આંશિક લોકડાઉન જેવા નિર્ણયો લઇ રહ્યા છે.

જેના અંતર્ગત આણંદમાં છેલ્લા બે માસમાં ડેમોલ,રૂપિયાપુરા,પીપળાવ,સારસા,વિરસદ,મલાતજ,ચાંગા,પણસોરા અને લિંગડા ઉપરાંત બોદાલ અને કાસોર ગ્રામપંચાયતે હાલ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે.ત્યારે ખેડા જિલ્લાના ત્રણ તાલુકાનાં ગામોમાં સ્વૈચ્છિક લોકડાઉન લાદવામાં આવ્યું છે જેમાં વસો તાલુકાના પીજ,કપડવંજ તાલુકાના તેલનાર અને નડિયાદ તાલુકાના અલિન્દ્રા ગામનો સમાવેશ થાય છે.આમ આ તમામ ગામોમાં બપોર બાદ સ્વૈચ્છિક લોકડાઉન લાદવામાં આવ્યું છે.ત્યારે દાહોદ જિલ્લાના બલૈયા ગામમા તા.1 થી 5 સુધી લોકડાઉન કરાયું હતું.ફતેપુરા તાલુકાના જ તાલુકા મથક ફતેપુરા,કરોડિયા પૂર્વ અને કાળિયા વલુનડામાં 6 એપ્રિલથી 15 એપ્રિલ સુધી 10 દિવસનું લોકડાઉન જાહેર કરવામા આવ્યું છે.

જામનગરમાં મોટીબાણુગરમાં 1 અઠવાડિયાનું સ્વૈચ્છિક લોકડાઉન ચાલી રહ્યું છે,જ્યારે જામજોધપુરના ગોપમાં થોડા સમય પહેલાં એક સપ્તાહનું સ્વૈચ્છિક લોકડાઉન અપાયું હતું.આમ જૂનાગઢ જિલ્લામાં ટીકર,ધંધૂસર ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન ચાલી રહ્યું છે,જ્યારે સાંતલપુરમાં લોકડાઉન જાહેર કરવા અંગે બેઠક મળવાની છે.સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રામાં વિવિધ એસોસિયેશન દ્વારા 12 એપ્રિલ સુધી સાંજે 6 વાગ્યા બાદ સ્વૈચ્છિક બંધનો નિર્ણય લીધો છે.જેમાં ભુજના મુન્દ્રા તાલુકાના સાંઅઘોઘા ગામે 13 દિવસનું આંશિક લોકડાઉન ગ્રામપંચાયત દ્વારા લાદવામાં આવ્યું છે.કચ્છમાં વધી રહેલા કોરોના કેસને ધ્યાનમાં રાખી સમાઘોઘા ગામે સરપંચ દ્વારા આગામી 6 થી 18 એપ્રિલ સુધી બપોરના 3 વાગ્યા સુધી બજારો બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.

દમણમાં રાત્રિ કર્ફ્યૂનો સમય 3 કલાક વધારી દેવાયો છે.દમણમાં આજથી સાંજે 8 થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ લાગુ કરી દેવાયો છે.આ પહેલાં રાત્રે 10 થી સવારે 5 સુધી કર્ફ્યુ હતો.આ પહેલાં રાત્રે 10 થી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યૂ રાખવામાં આવ્યો હોવાછતા કોરોના સંક્રમણના આંકમાં ઘટાડો થવાની જગ્યાએ વધારો થઇ રહ્યો છે.