ભારત સરકારના ગૃહમંત્રાલયની 26 એપ્રિલની માર્ગદર્શિકા મુજબ મુખ્યમંત્રીએ ગૃહવિભાગ સાથેની તાકીદની બેઠક પછી મહત્વના નિર્ણયો કર્યા હતા.જેમાં મુખ્યમંત્રીના અધ્યક્ષપદે મળેલી બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા,મુખ્ય સચિવ અનિલ મુકીમ,અધિક મુખ્ય સચિવ પંકજકુમાર,પોલીસ મહાનિર્દેશક આશિષ ભાટિયા,આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડો.જયંતિ રવિ સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જેમાં 8 મહાનગરો સહિત 20 શહેરોમાં રાત્રિના 8 થી સવારે 6 વાગ્યા સુધી કરફ્યુ હતો તે 20 શહેરો ઉપરાંત હિંમતનગર, પાલનપુર,નવસારી,વલસાડ,પોરબંદર,બોટાદ,વિરમગામ,છોટાઉદેપુર અને વેરાવળ-સોમનાથ સહિત કુલ 29 શહેરોમાં કોરોના કરફ્યુ રહેશે.આ ઉપરાંત 29 શહેરોમાં વધારાના નિયંત્રણો મૂકવાનો પણ રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.
આમ અનાજ-કરિયાણાની દુકાન,શાકભાજી,ફળ-ફળાદિ,મેડિકલ સ્ટોર,મિલ્ક પાર્લર,બેકરી તથા ખાદ્યપદાર્થોની દુકાનો ચાલુ રહેશે.તેમજ આ શહેરોમાં આવેલા તમામ ઉદ્યોગો,ઉત્પાદન એકમો,કારખાનાઓ અને બાંધકામ પ્રવૃત્તિઓ યથાવત રહેશે.જેમાં ગાઈડલાઇનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.આ સિવાય તમામ મેડિકલ તેમજ પેરામેડિકલ સેવાઓ યથાવત રહેશે.આમ મોલ,શોપિંગ કોમ્પલેક્ષ,ગુજરી બજાર,સિનેમા હોલ, ઓડિટોરિમય,જીમ,સ્વીમિંગ પુલ,વોટરપાર્ક,જાહેર બાગ-બગીચાઓ,સલૂન,સ્પા,બ્યુટી પાર્લર અને અન્ય એમ્યુઝમેન્ટ પ્રવૃત્તિઓ બંધ રહેશે.આ સિવાય રાજ્યની તમામ એપીએમસી બંધ રહેશે જ્યારે શાકભાજી અને ફળ-ફળાદિના વેચાણ સાથે સંલગ્ન એપીએમસી ચાલુ રાખી શકાશે.ધાર્મિક સ્થળોએ પૂજારીઓ પૂજાવિધિ કરી શકશે,પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ 50 ટકા ક્ષમતા સાથે ચાલુ રહેશે.સમગ્ર રાજ્યમાં લગ્ન પ્રસંગમાં નિયમો અનુસાર વધુમાં વધુ 50 વ્યક્તિઓ હાજર રહી શકશે અને અંતિમવિધિઓમા 20 વ્યક્તિઓ હાજર રહી શકશે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved