લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ગુજરાતના 36 શહેરોમાં એક સપ્તાહ સુધી રાત્રિ કર્ફ્યૂ રહેશે

ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયની તા.26 એપ્રિલની માર્ગદર્શિકા સંદર્ભે વધારાના 7 શહેરો સહિત રાજ્યના 36 શહેરોમાં નિયંત્રણો મૂકવાનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.આમ આ અગાઉ રાજ્યમાં જે 8 મહાનગરો સહિત 29 શહેરોમાં રાત્રિના 8 થી સવારે ૬ 6 વાગ્યા સુધી કરફ્યુ હતો.તે પૈકીનાં 29 શહેરો ઉપરાંત ડીસા,અંકલેશ્વર,વાપી,મોડાસા,રાધનપુર કડી અને વિસનગર સહિતના શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે.જેમા રાત્રિના 8 થી સવારના 6 વાગ્યા સુધી કોરોના કરફ્યુ રહેશે.આમ આ શહેરોમા આગામી તા.6 મે-2021થી તા.12 મે- 2021 સુધી રાત્રી કરફયુના અમલ સહિત વધારાના નિયંત્રણો મૂકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.