લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / રાજ્યમાં આગામી 1 માર્ચથી ઉનાળાની શરૂઆત,તાપમાન 4 ડિગ્રી સુધી ઘટશે

વર્તમાન સમયમાં ગુજરાતમાં લોકોને ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે.ત્યારે રાજ્યમાં ઘરનાં પંખા પણ ચાલુ થઈ ગયા છે. તેવામાં હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાક બાદ રાજ્યમાં ફરીથી ઠંડીનો ચમકારો જોવા મળશે તેવું કહ્યું છે.આમ રાજ્યમાં આગામી એક માર્ચથી સત્તાવાર રીતે ઉનાળાની શરૂઆત થઈ જશે.ત્યારે 2 દિવસ બાદ ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે. ત્યારે લઘુત્તમ તાપમાન 2 થી 4 ડિગ્રી સુધી ઘટી શકે છે.આમ રાજ્યમાં બેવડી ઋતુના અહેસાસમાં બપોરે લોકોને ગરમીનો તથા રાત્રે ઠંડીનો અનુભવ થશે.
આમ ફરી એકવાર ગુજરાત સહિતના કેટલાક રાજ્યોમાં ઠંડીનો એક રાઉન્ડ આવે તેવી શક્યતાઓ છે.આમ થવા પાછળનું કારણ હિમાચલ પ્રદેશ સહિતના ઉત્તર ભારતના રાજ્યોમાં આકરી ઠંડી પડી રહી હોવાનું મનાય છે.