લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / રાજ્યમાં ગરમી વધવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઇ

રાજ્યમાં મિશ્રઋતુનો અહેસાસ થઇ રહ્યો છે.ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થવાની આગાહી કરી છે. જેમાં આગામી દિવસોમાં રાજ્યના કેટલાક ભાગોમાં તાપમાનનો પારો 40 અંશની આસપાસ જવાની વકી છે.આમ વર્તમાન સમયમાં 38.7 અંશ સાથે ભૂજ રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું હતું.આમ રાજ્યના વિવિધ શહેરોમાં લઘુતમ તાપમાન 20 અંશથી નીચે નોંધાતા વહેલી પરોઢે ફૂલગુલાબી ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે.જોકે બપોરના સમયે રાજ્યના વિવિધ શહેરોનું તાપમાન 35 અંશની આસપાસ રહેતા બપોરે ગરમી સહન કરવી પડી રહી છે.આમ એક દિવસમાં બેવડી ઋતુનો અહેસાસ થઇ રહ્યો છે.આમ બપોરે ગરમીથી બચવા માટે પંખાનો સહારો લેવો પડતો હોય છે.