ઉત્તરપૂર્વથી પૂર્વ દિશાના પવનને કારણે ગુજરાતના અનેક સ્થળોમા ઠંડીમાં વધારો નોંધાયો છે.જેમાં નલિયા 7 ડિગ્રી સાથે ઠંડુગાર રહ્યું હતું.જ્યારે ગાંધીનગરમાં 8.5 ડિગ્રીથી કડકડતી ઠંડી અનુભવાઇ હતી.ત્યારે આગામી બે દિવસમાં લઘુતમ તાપમાનમાં વધારો થતાં રાજ્યની ઠંડીમાં ઘટાડો શરૂ થશે.
આમ હવામાન વિભાગના મતે રાજ્યમાં આગામી 24 કલાક દરમિયાન લઘુતમ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નથી.પરંતુ ત્યારબાદના ચાર દિવસ દરમિયાન લઘુતમ તાપમાનમાં વધારો થતાં ઠંડીમાં ઘટાડો અનુભવાશે.ત્યારે અમદાવાદમાં 13.8 ડિગ્રી સાથે લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 0.6 ડિગ્રીનો વધારો,જ્યારે 28.9 ડિગ્રી સાથે મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 1 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો.આમ આગામી 3 દિવસ અમદાવાદમાં તાપમાન 14 ડિગ્રીની આસપાસ રહેશે જ્યારે 13 ફેબુઆરી સુધીમાં લઘુતમ તાપમાન 13 ડિગ્રી સુધી જઇ શકે છે.
આમ સમગ્ર રાજ્યમાં આગામી મંગળવારથી ઠંડીમાં ઘટાડો અનુભવાશે.આમ ગત રાત્રિએ રાજ્યના કેશોદમાં 9.9, પોરબંદરમાં 10.8,વલસાડમાં 11,ડીસામાં 11.1,ભાવનગરમાં 12.6,અમરેલીમાં 12.7,ભૂજમાં 13.2, રાજકોટમાં 13.9,વડોદરામાં 14,સુરેન્દ્રનગરમાં 14.8,દીવમાં 15,સુરતમાં 19 ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું હતું.આમ માઉન્ટ આબુમાં છેલ્લા પાંચ દિવસમાં તાપમાનમાં વધઘટ નોંધાઈ રહી છે.ત્યારે માઈનસ ચાર ડિગ્રીથી તાપમાનનો પારો ઊંચકાઈને 4.4 ડિગ્રી નોંધાયો હતો.તેમાં છેલ્લા બે દિવસ દરમિયાન તાપમાન બે ડિગ્રી બાદ આજે ફરીથી ઝીરો ડિગ્રી થતાં ઠંડીમાં વધારો નોંધાયો છે.જોકે ઠંડીનું જોર વધવાની સાથે સહેલાણીઓનો પણ ભારે ધસારો વધ્યો હતો.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved