લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / આજથી આગામી 30 એપ્રિલ સુધી રાજ્યની તમામ બેન્કો સવાર 10થી 2 વાગ્યા સુધી જ કામ કરશે

ગુજરાતમાં કોરોનાની ગંભીર સ્થિતિને ધ્યાને લઈને સમગ્ર રાજ્યની બેન્કોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.જેમાં આજથી આગામી 30 એપ્રિલ સુધી સવારે 10 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી જ ગ્રાહકો માટે બેન્ક ખુલ્લી રહેશે.જેમાં જે પણ ગ્રાહકો પૈસા ઉપાડવા તેમજ જમા કરાવવા સહિત અન્ય કોઈપણ જરૂરી કામકાજ કરવા માગે છે તેમને બપોરે 2 વાગ્યા પહેલાં પૂર્ણ કરવાનાં રહેશે.આમ કોરોના મહામારીને પગલે વર્તમાન સમયમાં તમામ ક્ષેત્રોમાં 50 ટકા કર્મચારીઓ સાથે કામ ચાલી રહ્યું છે,ત્યારે બેન્કોમાં પણ સ્ટાફ ઓછો કરી દેવામાં આવ્યો છે. આમ આ સમયગાળામાં ગ્રાહકોને આર.ટી.જી.એસ,ક્લિયરિંગ તેમજ રેમિટેન્સિસ જેવાં કામોને અગ્રતા આપવામાં આવશે.આમ બેન્કોનો સમય ઘટી જતાં ગ્રાહકોને પૈસાની લેવડ-દેવડમાં કોઈ મુશ્કેલી ઊભી ન થાય તે માટે તમામ બેન્કોના એ.ટી.એમમાં પૂરતાં નાણાં રાખવા માટેની ખાસ સૂચના આપવામાં આવી છે.