ગુજરાતમા વર્તમાન સમયમા કોરોનાના કેસો વધી રહ્યા છે.ત્યારે વધતા સંક્રમણના પગલે અનેક શહેરો અને ગામોમાં વીકેન્ડ તથા આંશિક લોકડાઉનનો અમલ કરવામા આવી રહ્યો છે.તેની વચ્ચે રાજ્યમાં આવેલા અનેક મંદિરો દર્શનાર્થીઓ માટે બંધ કરવાનો નિર્ણય લેવામા આવ્યો છે.જેમાં ગુજરાતનાં સૌરાષ્ટ્રમાં વેરાવળ નજીક આવેલ સોમનાથ મંદિરમાં કોરોના સંક્રમણ વધતા સોમનાથ મહાદેવ મંદિર ઉપરાંત ટ્રસ્ટ હસ્તકના અન્ય 6 મંદિરો બંધ કરવામા આવ્યા છે.જેમાં સોમનાથ મહાદેવ મુખ્ય મંદિર,રામમંદિર,અહલ્યાબાઈ જૂનું સોમનાથ મંદિર,લક્ષ્મીનારાયણ મંદિર,ગીતામંદિર દેહોત્સર્ગ,ભાલકામંદિર,ભીડભંજન મંદિર દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યા છે.આ સિવાય કચ્છ જિલ્લામા આવેલ માતાના મઢનું આશાપુરા મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.પરંતુ નવરાત્રી દરમિયાન મંદિરમાં થતી તમામ ધાર્મિક વિધિ પૂજારીની હાજરીમાં કરવામા આવશે.આમ આશાપુરા મંદિર ઉપરાંત નારાયણ સરોવર અને કોટેશ્વરના દ્વાર પણ દર્શનાર્થીઓ માટે બંધ કરી દેવાયા છે.આમ વીરપુર જલારામબાપાની જગ્યા તેમજ અન્નક્ષેત્ર દર્શનાર્થીઓ માટે આગામી 30 એપ્રિલ સુધી બંધ રહેશે.આમ ગુરૂ આશ્રમ બગદાણા 13 એપ્રિલ મંગળવારથી જ્યાં સુધી નિર્ણય ન થાય ત્યાં સુધી બગદાણા મંદિર દર્શન વિભાગ,ભોજનશાળા તથા ધર્મશાળા દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવી છે.ભાવનગર જિલ્લામા આવેલું ભગુડા મોગલધામ આગામી 13 એપ્રિલથી અચોકક્સ મુદત માટે બંધ કરવામાં આવ્યું છે.જે જય મોગલમાં ધામ ચેરીટેબલ ટ્રસ્ટ ભગુડા દ્વારા બંધ કરવાનો નિર્ણય કરાયો છે.જેમાં ટ્રસ્ટી મંડળ દ્વારા ભોજનશાળા,ધર્મશાળા સહિતના તમામ વિભાગો બંધ રહેશે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved