લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ગુજરાત ભાજપે કારોબારી જાહેર કરી

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખે સી.આર.પાટીલે ગુજરાત વિધાનસભાની 182 બેઠકોની વર્ષ 2022માં યોજાનાર ચૂંટણી પૂર્વે 283 સભ્યોની કારોબારીની જાહેરાત કરી છે.જેમાં પ્રદેશ કારોબારીમાં 79,પ્રદેશ આમંત્રિત 151 અને વિશેષ આમંત્રિત 53 સભ્યોનો સમાવેશ થાય છે. જેમાં ધારાસભ્યો,સાંસદો,મંત્રીઓ,પ્રદેશના પૂર્વ નેતાઓ,પૂર્વ મેયર,શહેર જિલ્લાના આગેવાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે.આમ આ સભ્યોમા અમદાવાદમાંથી 8,રાજકોટમાંથી 4 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે.જેમાં ભાજપ યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ પદે નિમણૂંક થયેલા પ્રશાંત કોરાટના માતા જશુમતિબેન કોરાટનો પણ કારોબારીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.આમ ભાજપના પ્રદેશ માળખામાં માતા પુત્ર બંને સામેલ થયાં છે.

આમ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વિજય મેળવ્યા બાદ ગુજરાત ભાજપે પ્રદેશ મહામંત્રીઓને ઝોનની ફાળવણી તેમજ મોરચાઓના પ્રદેશ પ્રમુખોનાં નામ જાહેર કર્યાં છે.જેમાં પ્રદેશ મહામંત્રીઓની વાત કરવામાં આવે તો પ્રદીપસિંહ વાઘેલાને દક્ષિણ ઝોન,પ્રદેશ કાર્યાલય અને અમદાવાદ ઝોનની જવાબદારી સોંપવામાં આવી છે.જ્યારે ભાર્ગવ ભટ્ટને મધ્યઝોન,રજની પટેલને કચ્છ અને ઉત્તર ઝોનની,વિનોદ ચાવડાને સૌરાષ્ટ્ર ઝોનની જવાબદારી સોંપી છે તેમજ પ્રદેશ મીડિયા સહ-કન્વીનર કિશોર મકવાણા પ્રદેશના સહ-પ્રવક્તા તરીકેની જવાબદારી નિભાવશે.

આમ આ પહેલા 12 જાન્યુઆરીના રોજ પ્રદેશ પ્રમુખે સંગઠનોના હોદ્દેદારોના નામ જાહેર કર્યા હતા.જેમાં પ્રદેશ ઉપપ્રમુખથી લઈ પ્રદેશ મુખ્ય પ્રવક્તા અને પ્રદેશ મંત્રીઓના નામ જાહેર કર્યા હતા.જેમાં ડો.ભરત બોઘરા અને મહેન્દ્ર એસ.પટેલને પ્રદેશ ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા હતા.જ્યારે યમલ વ્યાસને પ્રદેશ મુખ્ય પ્રવક્તાની જવાબદારી સોંપવામાં આવી હતી.