લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ગુજરાત વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીની તબિયત બગડતાં હોસ્પિટલમાં દાખલ કરાયા

ગુજરાત વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીને મોડીરાત્રે હૃદયમાં દુ:ખાવો ઉપડતાં તેમને અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.જ્યાં હાલ તેમની સઘન સારવાર ચાલી રહી છે.આમ રાવપુરાના ધારાસભ્ય અને વિધાનસભા સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીએ ગઈકાલે સાંજે 6:30 વાગ્યે ભાજપની ઓનલાઈન બેઠકમાં પણ ભાગ લીધો હતો.જે બેઠક બાદ મોડીરાત્રે તેમને હૃદયમાં દુ:ખાવો ઉપડતાં એમ્બ્યુલન્સ મારફતે યુ.એન.મહેતા હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.ત્યારે હાલ તેમની તબિયત સ્થિર હોવાનું તબીબો જણાવી રહ્યા છે.

આમ ગુજરાતમાં કોરોનાના વધતાં કેસો વચ્ચે વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે જેના કારણે અનેક ધારાસભ્યો,મંત્રીઓ અને અધિકારીઓ કોરોનાગ્રસ્ત થયા છે.તાજેતરમાં મહેસૂલ મંત્રી કૌશિક પટેલની ચાલુ સત્ર દરમિયાન તબિયત બગડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આમ અત્યારસુધીમાં એક મંત્રી સહિત ભાજપ-કોંગ્રેસના 12 ધારાસભ્યો કોરોનાગ્રસ્ત થયાનું જાણવા મળી રહ્યું છે.