ગુજરાત રાજ્યના મુખ્યસચિવ અનિલ મુકીમને વધુ 6 મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે. રાજ્ય સરકારે હાલના મુખ્ય સચિવનો કાર્યકાળ વધુ એકવખત લંબાવ્યો છે.રાજ્ય સરકારે મુકીમને એક્સટેન્શન આપવા માટેની દરખાસ્ત કેન્દ્ર સરકારને મોકલી હતી.જેના પર કેન્દ્ર સરકારે મહોર મારી દીધી હોવાનું જાણવા મળ્યું છે.ઈસ 1985ની બેચના આઇએએસ અધિકારી મુકીમ 8 મહિનાથી વધુ સમયથી મુખ્યસચિવ પદે છે અને સરકારમાં તેમના મિતભાષી સ્વભાવને કારણે બધાની સાથે ફાવી ગયું છે.આમ હવે તેઓ ઓગષ્ટ 2021 સુધી રાજ્યના મુખ્યસચિવ પદે રહેશે.તેઓ 28 ફેબ્રુઆરીએ નિવૃત્ત થઈ રહ્યાં હતાં.
આમ મુખ્ય સચિવપદે મુકીમનો કાર્યકાળ ત્રીજીવાર વધવા પાછળનુ મુખ્ય કારણ એ છે કે તેઓ વડાપ્રધાન મોદીની ગુડબુકમાં છે.ગુજરાત વહિવટી સેવામાં હજુસુધી તેમનો વિકલ્પ મળ્યો નથી તે પણ એક કારણ હોઈ શકે છે.આમ કોરોનાને કારણે અનિલ મુકિમને ઓગષ્ટ 2020માં 6 મહિના માટે એક્સટેન્શન મળ્યું હતું.હવે ફેબ્રુઆરીમા બીજા 6 મહિનાનું એક્સટેન્શન મળ્યું છે.જેથી તેઓ છ મહિના કરતા પણ વધારેનો કાર્યકાળ મેળવનાર ગુજરાતના ઈતિહાસમાં પ્રથમ મુખ્યસચિવ બન્યાં છે. આમ તેઓ ઓગષ્ટ 2021 સુધી સેવા આપશે.
આમ મુખ્ય સચિવ અનિલ મુકીમનું પૈતૃક વતન રાજસ્થાન છે.પરંતુ તેઓની જન્મ અને કર્મભૂમિ અમદાવાદ રહી છે.આ ઉપરાંત તેઓ દોઢ વર્ષ સુધી અમદાવાદના મ્યુનિસિપલ કમિશનરપદે પણ રહી ચૂક્યા છે.ઓક્ટોબર 2001 થી જાન્યુઆરી 2005 સુધીના સાડા ત્રણ વર્ષ જેટલા લાંબાગાળા સુધી મુકીમ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના અગ્રસચિવ તરીકે રહી ચૂક્યા છે.આ સમયગાળા દરમિયાન ગુજરાતના રમખાણો અને મોદીના મુખ્યમંત્રી બન્યા બાદની ગુજરાત વિધાનસભાની પ્રથમ ચૂંટણી પણ યોજાઇ હતી.આ દરમિયાન મુકીમે ખંતથી કામ કરી મોદીનો વિશ્વાસ સંપાદન કર્યો હતો.આ સાથે અનિલ મુકિમ નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતાં તે સમયે નાણાં,મહેસૂલ વિભાગ ઉપરાંત સામાન્ય વહીવટ વિભાગમાં ફરજ નિભાવી ચૂક્યાં છે એટલે અમદાવાદ જ નહી રાજ્યના વહીવટીતંત્ર પર તેઓ મજબૂત પક્કડ ધરાવે છે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved