લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ગુજરાતના મુખ્યમંત્રી અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળશે

ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળશે.જેમાં પીએમના પ્રવાસ અને જ્ઞાનસેતુ અંગે ચર્ચા કરવામાં આવશે.આ સાથે ઉનાળામાં રાજ્યમાં સર્જાતી પાણીની તંગી અંગે અને રાજ્યમાં પીવાના પાણીના આયોજન અંગે ચર્ચા કરવામાં આવશે.આ અગાઉ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમના પુત્ર અનુજ પટેલની સારવારઅર્થે મુંબઈમાં હોવાથી કેબિનેટની બેઠક મળી ન હતી.સીએમના પુત્રને બ્રેઈન સ્ટ્રોક આવ્યો હોવાથી મુંબઈની હિંદુજા હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી.આમ અમદાવાદમાં દાદા ભગવાન પરિવારના આત્મજ્ઞાની પૂજ્યશ્રી દીપકભાઈ દેસાઈના જન્મદિવસ નિમિત્તે અડાલજ ત્રિ-મંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પહોંચ્યા હતા.ત્યારે તેઓએ પૂજ્યશ્રીને જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી અને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.પૂજ્ય શ્રી દિપકભાઈ દેસાઇએ મુખ્યમંત્રીના પુત્રની તબિયત અંગે ખબરઅંતર પૂછ્યા અને જલ્દી સ્વસ્થ થવા અંગે પ્રાર્થના કરી હતી.