લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ગુજરાતમા કોરોનાનો આંક ૬ લાખને પાર થયો

ગુજરાતમાં કોરોનાના કેસમાં થઇ રહેલા ઘટાડાનો ક્રમ સતત ત્રીજા દિવસે જોવા મળ્યો છે.જેમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 12,820 નવા કેસ નોંધાયા છે.જેમાં અમદાવાદમાં 26,રાજકોટમાં 16 સહિત 140 લોકોના મૃત્યુ થયા છે.આમ આ સાથે રાજ્યમાં કુલ કેસનો આંક 6 લાખને પાર થઇને 6,07,422 થયો છે.

જ્યારે છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદ શહેરમાંથી 4616 જ્યારે ગ્રામ્યમાંથી 55 સાથે 4671 નવા કેસ સામે આવ્યા છે આ સાથે અમદાવાદમાં કુલ કેસનો આંક 1,80,682 થયો છે,જ્યારે સુરત શહેરમા 1656,વડોદરા શહેરમા 936,રાજકોટ શહેરમા 524 નવા કેસ સામે આવ્યા છે.