લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / રાજ્યની પાંચ જિલ્લાની તમામ કોર્ટોમા આગામી 17 એપ્રિલ સુધી ઓનલાઇન સુનાવણી યોજાશે

ગુજરાત હાઈકોર્ટની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કોરોનાના વધતા જતા સંક્રમણને પગલે કેટલાક મહત્ત્વના નિર્દેશો જાહેર કરવામાં આવ્યા છે.જેમાં ચીફ જસ્ટિસના અધ્યક્ષપણા હેઠળની કમિટીએ રાજ્યના 5 જિલ્લાની તમામ કોર્ટ અને ટ્રિબ્યુનલની પ્રત્યક્ષ સુનાવણી આગામી 17 એપ્રિલ સુધી બંધ કરીને માત્ર ઓનલાઇન સુનાવણી યોજવા આદેશ કર્યો છે.જે જિલ્લાઓમાં અમદાવાદ,વડોદરા,સુરત,રાજકોટ,જામનગરમાં સંપૂર્ણ ઓનલાઇન કોર્ટ ચલાવવા આદેશ કરાયો છે.જ્યારે તે સિવાયના જિલ્લાઓમાં મર્યાદિત સ્ટાફ સાથે કોર્ટની કાર્યવાહી કરવા સ્ટાફને જમવા માટે ટેક અવેનો વિકલ્પ આપવામાં આવ્યો છે.આ સિવાય કોર્ટની કેન્ટીન પણ બંધ રાખવા આદેશ કરાયો છે.

જેમાં ચીફ જસ્ટિસ વિક્રમનાથે કોરોનાને પગલે 7 થી 17 એપ્રિલ સુધી માત્ર અરજન્ટ કેસોની સુનાવણી યોજવા આદેશ કર્યો છે.આમ કોઈ કેસમાં અરજન્સી હોય તો તે માટે વકીલોએ ઓનલાઇન મેન્શનિંગ કરવાનું રહેશે.આ ઉપરાંત તમામ કેસમાં સ્ટેને 30 એપ્રિલ સુધી લંબાવી દેવા આદેશ કરાયો છે.