લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / હવામાન વિભાગની આગાહી,ગુજરાત રાજ્યમાં ઉનાળાનું આગમન થઈ રહ્યું છે,બેવડી ઋતુનો અનુભવ

ગુજરાત રાજ્યમાં ધીરેધીરે શિયાળો વિદાય લઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.ત્યારે વર્તમાન સમયમાં રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે.જેમાં દિવસે ગરમી અને મોડીરાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.ત્યારે હવામાન વિભાગે જણાવ્યું છે કે રાજ્યમાં ઉનાળાનું આગમન થઈ રહ્યું છે.ત્યારે ગુજરાતના અનેક શહેરોમાં ગરમીનો પારો ઉંચકાયો છે.આમ રાજ્યના અનેક શહેરોમાં બપોરે ગરમીનો પારો 35 થી 37 ડિગ્રીને પાર જઈ શકે છે.બીજીબાજુ સાંજના સમયે વાતાવરણમાં ઠંડક યથાવત રહેશે ત્યારે ફેબ્રુઆરીના અંતમા તાપમાન વધવાની આગાહી કરવામાં આવી છે.હવામાન વિભાગે આગાહી કરી છે કે માર્ચ મહિનાની શરૂઆતમાં રાજ્યના કેટલાક શહેરોમાં મહત્તમ તાપમાન 35 થી 36 ડિગ્રીની આસપાસ રહે તેવી શક્યતા છે.જે આગાહીના મતે અમદાવાદ, વડોદરા,સુરત,રાજકોટ,સુરેંદ્રનગર સહિતના જિલ્લામાં માર્ચના પ્રારંભે તાપમાનનો પારો ઉંચકાશે.આમ આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં સૂકું વાતાવરણ રહે તેવી હવામાન વિભાગે શક્યતા વ્યકત કરી છે.