લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ગુજરાતમાં હવામાન વિભાગે હિટવેવની આગાહી કરી,આગામી 28 માર્ચે અમદાવાદમા યલો એલર્ટ

ગુજરાતમાં અત્યારથી આકરી ગરમીથી લોકો ત્રાહિમામ પોંકારી ચૂક્યા છે.ધોમધખતાં તાપમાં રસ્તાઓ ભેંકાર બની જાય છે.ત્યારે આગામી દિવસોમાં તાપમાનનો પારો ઉંચો જઈ શકે છે.ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ હિટવેવની આગાહી કરી છે.જેમા અમદાવાદનું તાપમાન 1-2 ડિગ્રી સુધી વધી શકે તેવી આગાહી કરવામાં આવી છે.ત્યારે આગામી 28 માર્ચે અમદાવાદમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આમ હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં બે દિવસ એટલે કે 27 અને 28 માર્ચે હિટવેવની આગાહી કરવામાં આવી છે.જેમાં ગીર સોમનાથ, જૂનાગઢ,દીવમાં હિટવેવની આગાહી કરાઈ છે.આ ઉપરાંત કચ્છમાં પણ હિટવેવની આગાહી કરવામાં આવી છે.ત્યારે એપ્રિલની શરૂઆતમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર જશે તેવું જણાવવામાં આવી રહ્યું છે.ઉત્તર અને ઉત્તર પૂર્વના ફૂંકાતા પવનથી રાજ્યમાં ગરમી વધી શકે છે તેવું જણાવવામાં આવી રહ્યું છે.જ્યારે સૌરાષ્ટ્રના દરિયાકિનારામાં પણ હિટવેવની આગાહી કરાઇ આ સિવાય પોરબંદર અને ગીર સોમનાથમાં સીવીયર હિટવેવની આગાહી કરાઇ છે.