લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ગુજરાતે કેન્દ્ર સરકાર પાસેથી વધુ 1000 વેન્ટીલેટર માંગ્યા

ગુજરાતમાં કોરોનાની હાલત વધુ ખરાબ થઈ રહી છે.જેમાં સાદા બેડની સાથે આઈ.સી.યુ-વેન્ટીલેટર બેડની પણ અછત છે.ત્યારે રાજય સરકાર દ્વારા કેન્દ્ર પાસેથી વધુ 1000 વેન્ટીલેટરની માંગ કરવામાં આવી છે.આમ કોરોનાની વર્તમાન લહેરમાં રાજયના તમામ જીલ્લાઓમાં નવા કેસોમાં વધારો થવા લાગ્યો છે.જેમાં છેલ્લા 24 કલાકમાં 6021 કેસો નોંધાયા હતા.જેમાં સૌથી વધુ 200 વેન્ટીલેટર સુરતને,વડોદરાને 100 વેન્ટીલેટર,અમદાવાદમાં 100 વેન્ટીલેટર આપવામાં આવ્યા છે.તેમજ રાજકોટ સીવીલ હોસ્પીટલ અને તેને સંલગ્ન હોસ્પીટલોને 60 વેન્ટીલેટર અપાયા છે.જામનગરની એમ.પી.શાહ હોસ્પીટલને 30 વેન્ટીલેટર આપ્યા છે.આ સિવાય જી.જી જનરલ હોસ્પીટલને પણ અપાયા છે,જ્યારે દ્વારકાને 5 વેન્ટીલેટર અપાયા છે.