લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ગુજરાત સરકાર દ્વારા કાલથી ખાનગી હોસ્પિટલોમાં 250 રૂપિયા,સરકારી હોસ્પિટલોમાં ફ્રીમાં વૃદ્ધો-બીમારને રસી અપાશે

ભારત સરકારે મંજૂરી આપતાં ગુજરાતમાં 1લી માર્ચથી નાગરિકોનું કોરોના સામે રસીકરણ શરૂ થવા જઇ રહ્યું છે.જેમાં 60 વર્ષથી વધુ ઉંમરના અને 45-60 વર્ષની વયજૂથના ગંભીર બીમારી ધરાવતાં નાગરિકોને આવરી લેવાશે.જે લોકો સરકારી હોસ્પિટલોમાંથી રસી લેશે તેઓને રસી વિનામૂલ્યે મળશે.જ્યારે પ્રમાણિત કરેલી ખાનગી હોસ્પિટલોમાંથી રૂ.250 ચૂકવીને રસી મળશે.વર્તમાનમાં ગુજરાત સરકાર પાસે 3 લાખ રસીના ડોઝ ઉપલબ્ધ છે ત્યારે જેમજેમ બીજા ડોઝ આવશે તેમ તેમ તબક્કાવાર રસીકરણ થશે.

આમ નાયબ મુખ્યમંત્રીએ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારે નાગરિકોના રસીકરણ માટેની વ્યવસ્થાઓ પૂર્ણ કરી છે.જેમાં રાજ્ય સરકારની 29 મેડિકલ કોલેજ,20 જિલ્લા હોસ્પિટલ,362 આરોગ્યકેંદ્ર સહિત કુલ 2050 સરકારી હોસ્પિટલમાં નાગરિકોને વિનામૂલ્યે રસી અપાશે.આમ રસી મેળવવા માટે રજિસ્ટ્રેશન અનિવાર્ય કરાયું છે.ત્યારે રસી લેવા પાત્ર નાગરિકોની ઉંમરની ગણતરી 1 જાન્યુઆરી,2022ને ધ્યાને લઇ કરવામાં આવશે એટલે કે એ તારીખે 60 કે તેથી વધુ વયના તમામ અને 45 થી 60 વર્ષના ગંભીર બિમારી ધરાવતાં નાગરિકોને રસી અપાશે.આમ 45 થી 60ની વયજૂથના ગંભીર બિમારી ધરાવતાં નાગરિકોએ બિમારી અંગેનું ડોક્ટરનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.આ ઉપરાંત ઓળખ માટે નાગરિકે આધારકાર્ડ કે સરકાર માન્ય ઓળખપત્ર રજૂ કરવાનું રહેશે.