લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ગુજરાતમાં દિપડાની વસ્તી 2000થી વધુ જોવા મળી

ગુજરાતમાં દિપડાની વસ્તીમાં છેલ્લા 6 વર્ષમાં 50 ટકાથી વધુનો વધારો થયો છે.ત્યારે તેની સંખ્યા 2000થી અધિક હોવાનો પ્રાથમીક અંદાજ મુકવામાં આવ્યો છે. રાજયમાં દિપડાની વસતી ગણતરીપૂર્ણ થઈ છે.2016માં વસ્તી 1395ની હતી.ત્યારે વર્તમાનમાં 10 ટકા આસપાસનો ફેરફાર રહી શકે છે.આ સિવાય 40 ટકા દિપડા માનવ વસાહતની આસપાસ જોવા મળ્યા છે તેના કારણે વસતી વધારાની માનવ પ્રાણી વચ્ચે ઘર્ષણનાં બનાવો વધવાનું જોખમ વધી ગયુ છે.2016ની વસ્તી ગણતરી સમયે દિપડાની સંખ્યામાં 5 વર્ષમાં 20 ટકાનો વધારો થયો હતો.આમ સમગ્ર દેશમાં દિપડાની સંખ્યા 12,852 અંદાજવામાં આવી છે જે 2014માં 7910 હતી.