કોરોના મહામારી વચ્ચે અરબી સમુદ્રમાં ઉદભવી રહેલાં વાવાઝોડાને પગલે ગુજરાત સરકાર એલર્ટ બની છે.ત્યારે ટાઉતે નામનું વાવાઝોડુ કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ટકરાઇ શકે છે તેવી ભીતિને પગલે સરકાર હરકતમાં આવી છે.જેમાં વાવાઝોડાની સંભાવનાના પગલે સૌરાષ્ટ્ર-કચ્છના તંત્રને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે.જેમાં હવામાન વિભાગની આગાહી છે કે આગામી 14મીએ થન્ડરસ્ટોર્મ એક્ટિવિટી શરૂ થશે જેના પગલે ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવી શકે છે.જેમાં દક્ષિણ અને પશ્ચિમ અરબી સમુદ્રમાં એક પ્રેશર સક્રિય થઇ શકે છે.જયારે 16મીએ અરબી સમુદ્રમાં વાવાઝોડુ સક્રિય બને તેવી સંભાવના છે.
આમ વાવાઝોડાથી ગુજરાતના દરિયાકાંઠે જાન-માલને નુકશાન ન થાય તે માટે સરકારે એકશન પ્લાન ઘડયો છે.જે અંતર્ગત રાજ્ય ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે.આ સિવાય દરિયાકાંઠે રહેતાં લોકોને સલામત સ્થળે ખસી જવા અપીલ કરવામાં આવી છે તેમજ કચ્છ અને સૌરાષ્ટ્ના દરિયાકાંઠે એનડીઆરએફની ટીમોને તૈનાત કરવામાં આવશે.ગાંધીનગરમા કંટ્રોલરૂમ પણ શરૂ કરવામાં આવનાર છે.
આ સિવાય મુખ્યમંત્રીએ સૌરાષ્ટ્ર અને કચ્છના કલેક્ટર સાથે ટેલિફોનિક ચર્ચા કરી છે.જેમાં ખાસ કરીને કોરોનાના દર્દીઓને ધ્યાનમાં રાખી વાવાઝોડાથી નુકશાન ન થાય તેવા પગલાં ભરવા સૂચનાઓ કરાઇ છે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved