ગુજરાત રાજ્યની 31 જીલ્લા પંચાયત,81 નગરપાલિકા તથા 231 તાલુકા પંચાયતોની રવિવારે ચૂંટણી યોજાઈ હતી.જે ચૂંટણીમાં મોટાભાગના મતક્ષેત્રોમાં 60 ટકાથી વધુનું રેકોર્ડબ્રેક મતદાન થયું હતું જેની મતગણતરી યોજવામાં આવી હતી.જેમાં કોંગ્રેસનો પરાજય થતા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ ચૂ્ંટણીમાં હારની જવાબદારી સ્વીકારીને રાજીનામું આપ્યું છે.આમ આ ચૂંટણીમાં ખેડબ્રહ્મા કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલના પુત્ર યશ કોટવાલની વિજયનગર તાલુકા પંચાયતમાંથી હાર થઇ ત્યારે સોજીત્રા કોંગ્રેસ ધારાસભ્ય પૂનમભાઈ પરમારના પુત્રની તારાપુર તાલુકા પંચાયતની મોરજ બેઠક પરથી હાર થઇ,ખંભાળિયા કોંગ્રેસનાં ધારાસભ્ય વિક્રમ માડમના પુત્ર કરણ માડમનો પણ દ્વારકા જિલ્લા પંચાયતની 19 સોજિત્રા બેઠક પરથી પરાજય થયો છે.આમ વર્ષ 2010માં ભાજપે 30 જિલ્લા પંચાયત જીતી હતી,જ્યારે 1 અન્યને મળી હતી.ત્યારે આ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસના પરેશ ધાનાણી,અમિત ચાવડા, ભરતસિંહ,અશ્વિન કોટવાલ અને વિક્રમ માડમના ગઢમાં ગાબડાંઓ પડ્યા છે.
આમ ગુજરાત કાંગ્રેસના 32મા પ્રમુખ તરીકે ઇશ્વરસિંહ ચાવડાના પૌત્ર અને ભરતસિંહ સોલંકીના પિતરાઇ ભાઇ અમિત ચાવડા સુકાન સંભાળી રહ્યા છે.જોકે તેમના નેતૃત્વમાં ઘણા ધારાસભ્યોએ કોંગ્રેસ છોડી ભાજપનો ખેસ ઘારણ કર્યો છે.આમ રાજ્યમાં છેલ્લે યોજાયેલી 8 વિધાનસભાની પેટાચૂટંણીમાં કોંગ્રેસને એકેય બેઠક ન મળી.ત્યારે અમિત ચાવડા અને પરેશ ધાનાણીએ હાઇકમાન્ડ સમક્ષ રાજીનામુ ધર્યુ હતું.ત્યારબાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ કોંગ્રેસના પરાજય બાદ પરેશ ધાનાણી અને અમિત ચાવડાએ રાજીનામું હાઈકમાન્ડને મોકલાવી દીધું છે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved