રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે.ત્યારે રાજ્યના દિગ્ગ્જ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી ફરી કોંગ્રેસમાં જોડાઈ રહ્યાં છે.ત્યારે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ગમે તે ઘડીએ કોંગ્રેસમાં જોડાય તેવી સંભાવના છે.બાપુએ કોંગ્રેસમાં ઘરવાપસી કરવાની ઈચ્છા દર્શાવી હતી.બાપુને ઘરવાપસી કરાવવા ભરતસિંહ સોલંકી મધ્યસ્થી કરી રહ્યા છે.હવે કોંગ્રેસ હાઇકમાન્ડ બાપુની રીએન્ટ્રી પર મહોર લગાવે તેવી સંભાવના છે.ત્યારે બાપુની કોંગ્રેસમાં રી એન્ટ્રીથી કોંગ્રેસને ફાયદો થવાની સંભાવના છે.
આમ ભાજપમાંથી જૂદા પડ્યા પછી પોતાનો પક્ષ બનાવ્યો.ત્યારપછી તેઓ કોંગ્રેસમાં જોડાયેલા શંકરસિંહ વાઘેલાએ વર્ષ 2017માં કોંગ્રેસનો સાથ છોડી દીધો હતો અને એનસીપી જોઈન કર્યું હતું.પરંતુ વર્ષો જૂના રાજકારણી એવા શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાઈ શકે છે.હાલમાં તેમની સાથે વસંત વગડોમાં વાતચીત થઈ રહી છે.
આમ તેઓ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી તરીકે રહી ચૂક્યા છે.તેઓ 13મી વિધાનસભાના કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા તરીકે પણ રહ્યા હતા.શંકરસિંહ વાઘેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સક્રિય સભ્યા હતા તે પછી જનસંઘમાં જોડાયા હતા.જે બાદમાં ભારતીય જનતા પાર્ટી પરિવર્તિત થઇ.તેમણે ગુજરાતમાં આરએસએસ અને ભાજપ સંગઠનનું કામ કર્યું.આમ સંઘ અને ભાજપના વિકાસ વિસ્તારમાં તેમનું નોંધપાત્ર યોગદાન રહેલું છે.આમ તેઓ વર્ષ 1977માં 6 ઠ્ઠી,9મી,10મી,13મી અને 14મી લોકસભામાં ચુંટાયેલા સંસદના સભ્ય તરીકે પણ સેવા આપી છે.તેઓ ઈસ 1984 થી 1989 સુધી રાજ્યસભાના સભ્ય પણ હતા.ઈસ 1977થી 1980 દરમિયાન તેમણે ગુજરાતમાં જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ અને ઇસ 1980 થી 1991 સુધી તેમણે મહામંત્રી અને ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે સેવા આપેલી.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved