રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ ઠંડી સામાન્ય રહેવા પામી હતી.જ્યારે નલીયા સહિતના અનેક સ્થળોએ સવારનું તાપમાન ડબલ ડીઝીટમાં નોંધાવા પામ્યુ હતું.જેમાં આજ સવારે કચ્છનાં નલીયા ખાતે 11 ડિગ્રી,ભૂજમાં 15.3 ડિગ્રી,કંડલામાં 14.9 ડિગ્રી ન્યુનતમ તાપમાન નોંધાયુ હતું.આ ઉપરાંત રાજકોટ ખાતે 12.6 ડિગ્રી,અમદાવાદ ખાતે 13.3 ડિગ્રી,ડીસામાં 14,વડોદરામાં 13.6,સુરતમાં 17.4,કેશોદમાં 12.6, ભાવનગરમાં 14.6,પોરબંદરમાં 14.4,વેરાવળમાં 16.5,દ્વારકામાં 16.5,ઓખામાં 19.2,સુરેન્દ્રનગરમાં 14.4, અમરેલીમાં 14.2,ગાંધીનગરમાં 10.4,મહુવામાં 15.1,દિવમાં 14.7,વલસાડ 11,વલ્લભવિદ્યાનગરમાં 14.2 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ હતું.
આમ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સવારે ઠંડી નહીવત થઇ જવા પામી હતી.જેમાં મોટાભાગનાં સ્થળોએ ડબલ ડીઝીટમાં ઠંડી નોંધાઇ હતી તેમાં રાજકોટ,કેશોદ,નલીયા,વડોદરા,સુરત,કંડલા,વલસાડ જેવા શહેરોમાં સવારે ધુમ્મસ છવાયુ હતું.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved