લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / રાજ્યસભા માટે ડીસાના દિનેશભાઇ અનાવાડીયા ઉપર પસંદગીનો કળશ ઢોળાયો

ભાજપે ગુજરાતની ખાલી પડેલી બે રાજ્યસભાની સીટો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. જેમાં ભાજપે રાજ્યસભા માટે ડીસાના દિનેશભાઇ અનાવાડીયા અને રામભાઈ મોકરિયાના નામની જાહેરાત કરી છે. જેમાં ડીસાના વતની અને બનાસકાંઠા જિલ્લાના ભાજપના અદના કાર્યકર અને અગ્રણી દિનેશભાઇ અનાવાડીયા (પ્રજાપતિ) રાજ્યસભાની સીટ માટે પસંદગી થતાં સમગ્ર ડીસા સહિત બનાસકાંઠા જિલ્લાનાં ભાજપના કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

આમ ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ અભયભાઈ ભારદ્વાજ અને અહમદભાઈ પટેલના નિધન બાદ રાજ્યસભાની બે સીટો ખાલી થઈ હતી જેના માટે ભાજપે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે.જેમાં આગામી 1 માર્ચે સવારે 9 થી 4 વાગ્યા સુધી રાજ્યસભાની ચૂંટણી માટે મતદાન યોજાશે.જેમાં બંને બેઠકોનું મતદાન અલગ-અલગ થશે અને મતગણતરી 1 માર્ચે સાંજે 5 વાગે યોજાશે.