લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ગુજરાતના કાંઠે તૌકતે અથડાયું,4 રાજ્યોમાં 18 લોકોના મોત,જ્યારે 410 લોકો દરિયામાં ફસાયા

અરબ સાગરમાંથી ઉઠેલું તૌકતે વાવાઝોડું 185 કિમી પ્રતિ કલાકની ઝડપથી સોમવારે રાતે 8:00 કલાકે ગુજરાતના કિનારે અથડાયું હતું.ત્યારે વાવાઝોડાના કારણે કર્ણાટક,ગોવા,કેરળ અને મહારાષ્ટ્રમાં 18 લોકોના મોત થયા હતા.ત્યારે ચારેય રાજ્યોમાં હજારો ઘરોને નુકસાન થયું હતું. આ તરફ ગુજરાતમાં 1.5 લાખથી પણ વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.આ અગાઉ વાવાઝોડાએ મુંબઈમાં ભારે તબાહી મચાવી હતી અને મહારાષ્ટ્રમાં 6 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.આમ આ સ્થિતિ વચ્ચે વડાપ્રધાને મહારાષ્ટ્ર,ગોવા,ગુજરાતના મુખ્યમંત્રીઓ તથા દીવ દમણના ઉપરાજ્યપાલ સાથે વાતચીત કરી સ્થિતિનો તકાજો મેળવ્યો હતો.આ સિવાય તૌકતેનો સામનો કરવા માટે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ત્રણેય સેનાને એલર્ટ રહેવા નિર્દેશ આપી દીધો હતો.ત્યારે સેનાએ ગુજરાતમાં 180 ટીમ જ્યારે 9 એન્જિનિયર્સની ટાસ્ક ફોર્સ તૈનાત કરી દીધી હતી.