લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ગુજરાતમાં તાઉ-તે સંકટ બાદ ફરીએકવાર ગરમીનો પ્રકોપ શરૂ થશે

તાઉ તે’ વાવાઝોડાથી અમદાવાદ સહિત રાજ્યમાં ભારે પવનો અને વરસાદને કારણે મોટાભાગના શહેરોના તાપમાનમાં ઘટાડો થયો છે.ત્યારે અમદાવાદનાં મહત્તમ તાપમાનમાં 10 ડિગ્રી અને લઘુત્તમ તાપમાનમાં 5 ડિગ્રીનો ઘટાડો થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.પરંતુ આગામી બે દિવસ વાદળછાયું વાતાવરણ રહ્યાં બાદ અમદાવાદ સહિત રાજ્યમાં આગામી 21 મે બાદ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ફરી ગરમી વધવાની સંભાવના છે.ત્યારે અમદાવાદ સહિતના કેટલાક વિસ્તારોમાં 5 ડિગ્રી સુધી ગરમીનો પારો વધી શકે છે.આમ છેલ્લા બે દિવસમાં અમદાવાદ,ગાંધીનગર,બોટાદ તેમજ ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો હતો.આમ વાવાઝોડા અને ભારે વરસાદના પગલે શહેરના મોટાભાગના વિસ્તારમાં બે દિવસમાં 10 જેટલા વીજપોલ પડી જતાં 72 કલાકથી વિજળી ડુલ રહી હતી.ત્યારે યુજીવીસીએલની કચેરી તરફથી પાંચથી છ કલાકમાં વીજપુરવઠો આવી જવાની જાહેરાત કરવામાં આવી હતી.પરંતુ બુધવાર સવાર સુધી વીજપુરવઠો કાર્યરત નહીં થતાં લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો.