લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ગુજરાતનાં વડોદરામાં 8 બાળકો કોરોનાથી સંક્રમિત થયા

રાજ્યમા કોરોના બેકાબૂ બની ગયો છે. દિવસે ને દિવસે કોરોનાના કેસો વધી રહ્યા છે.ત્યારે હવે બાળકોમાં કોરોનાનું સંક્રમણ ફેલાઈ રહ્યું છે. ત્યારે વડોદરાની એસ.એસ.જી હોસ્પિટલમાં 8 બાળકો કોરોના સંક્રમિત થતાં હાહાકાર મચી ગયો છે.ત્યારે સુરતમાં મ્યુ.કમિશનરે બાળકોને લઈ વાલીઓને ચેતવણી આપી છે.

આમ વડોદરા ખાતે આવેલી એસ.એસ.જી હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગમાં આઠ બાળકો કોરોના પોઝિટિવ આવતાં હાહાકાર મચી જવા પામ્યો છે.આમ બાળકોમાં કોરોનાનું ઝડપી સંક્રમણ ફેલાતાં આરોગ્યતંત્ર ચિંતામાં મુકાયું છે.આમ આ હોસ્પિટલમાં છેલ્લા એક અઠવાડિયામાં પાંચ થી છ જેટલાં કોરોના સંક્રમિત બાળકો સારવાર માટે આવી રહ્યા છે.ત્યારે વર્તમાન સમયમાં 3 બાળકોને કોરોનાની સારવાર આપવામાં આવી રહી છે.જેમાંથી એક બાળકની સ્થિતિ ગંભીર છે. જ્યારે અન્ય બાળકોને હોમઆઈસોલેટ કરવામાં આવી રહ્યા છે.કોરોના સંક્રમિત બાળકોમાં ન્યુમોનિયા,શરદી,તાવ,ઝાડા,ઉલટી જેવા લક્ષણો જોવા મળી રહ્યા છે.જ્યારે મોટા લોકોને આપવામાં આવતી દવા નાના બાળકોને આપી શકાતી નથી.જેને કારણે આરોગ્ય તંત્ર ચિંતામાં છે.

આ ઉપરાંત સુરત મ્યુનિસિપલ કમિશનરએ જણાવ્યું હતું કે હાલમાં 10 વર્ષ અને તેનાથી ઓછી ઉંમરના બાળકોમાં પણ કોરોના સંક્રમણના કેસ વધ્યા છે.ત્યારે બાળકોમાં વાયરસ પ્રસરવાની શક્યતા વધારે હોય છે. જેથી બાળકોએ પણ માસ્ક પહેરવા જોઇએ. બેંગ્લોરમાં 430 બાળકો સંક્રમિત થયા છે. આ ઉપરાંત બાળકોને કામ વગર બહાર જતાં રોકો તેવી અપીલ પણ મ્યુનિસિપલ કમિશનરે કરી છે.