ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અત્યારસુધીમાં 750 જેટલા યોગ ટ્રેનર તૈયાર કરવામાં આવ્યા છે.આમ આગામી સમયમાં 1 લાખ યોગ ટ્રેનર તૈયાર કરીને વધુને વધુ લોકોને યોગ વિશે જાગૃત કરવાનો સંકલ્પ કરાયો છે.અત્યારસુધીમાં 5 હજારથી વધુ યોગ વર્ગ ચલાવીને મોટી સંખ્યામાં યોગસાધકોને યોગ સાથે જોડ્યા છે.અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત એક ત્રિ-દિવસીય યોગ શિબિરના સમાપન સમારંભમાં મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું હતું કે યોગ માનવશરીરના મન,બુધ્ધિ અને આત્માને આધ્યાત્મિક રીતે સહજ કરીને પરમાત્મા સાથે જોડે છે.આ આધ્યાત્મિક ધારણાને ચરિતાર્થ કરવા વડાપ્રધાન મોદીએ 21 જૂનના દિવસને સમગ્ર વિશ્વમાં વિશ્વ યોગ દિવસ તરીકે પ્રસ્થાપિત કરી ભારતને વિશ્વ ગૂરૂ બનાવવા તરફ રાહ ચિંધી છે.
વડાપ્રધાનની યોગની પરિકલ્પનાને સાકાર કરવા માટે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડની સ્થાપના કરવામાં આવી છે.જેમાં વધુ યોગ ટ્રેનરો જોડાઇને વિવિધ યોગ શિબિરો દ્વારા રાજ્યમાં આબાલવૃધ્ધોને યોગસાધનાની પ્રેરણા આપી રહ્યાં છે.આ ટ્રેનીંગ રાજયના નાગરિકોને નિરોગી બનાવવા અસરકારક સાબિત થઇ રહી છે.ગુજરાત રાજ્ય યોગને અપનાવીને નાગરિકોને સ્વસ્થ અને નિરોગી બનાવી ઉત્તમથી સર્વોત્તમ ભણી આગળ વધી રહ્યુ છે.રાજ્યનો દરેક નાગરિક સ્વસ્થ રહે અને ઇઝ ઓફ ડુઇંગની સાથે ઇઝ ઓફ લિવીંગ તરફ આગળ વધે તે માટે યોગ શિબિરો ખૂબ જરૂરી છે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved